હદય કોઈ નું મે તોળ્યું નથી,
રચવાનું પાગલે છોડ્યું નથી.
ભુલો કરી છે મે ઘણી,
પરંતુ શીખવાનું મેં ક્યારેય છોડ્યું નથી.
ભલે ઘણાં પ્રહાર સહન કર્યા મેં,
પણ પાગલે વિશ્વાસ કરવાનું છોડ્યું નથી.
ભલે નાહક નફરત સહી છે મેં…પરંતુ,
પાગલે વળતો પ્રેમ આપવાનું છોડ્યું નથી.
ભલે આપ મુજ લાગણીઓ તે સમજી ન શક્યાં,
પાગલે લાગણી શબ્દમાળા માં પરોવવાનું ક્યારે છોડ્યું નથી.
આપ મુજ નજર સમક્ષ નથી તો શું થયું,
પાગલે તમને યાદ કરવાનું…..
છોડ્યું નથી …
છોડ્યું નથી …
છોડ્યું નથી …
– ” પાગલ ”
– ‘ Kedariya Avinash P. ‘


















































