અનેક લોકોના વાળમાં વારંવાર ખોડો થઇ જતો હોય છે. વાળમાં ખોડો થવાથી વાળ વારંવાર ખરવા લાગે છે અને સાથે વાળ ડેમેજ પણ બહુ થાય છે. વાળ પર તમે પૂરતું ધ્યાન રાખતા નથી તો તમારા વાળને દિવસને દિવસે વધારે નુકસાન થતુ જાય છે. આ માટે વાળ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

પહેલાના સમયમાં અનેક લોકો વાળ ધોવા માટે છાશનો ઉપયોગ કરતા હતા. છાશ તમારા વાળને સિલ્કી કરવાનું કામ કરે છે. જો કે આજકાલ હેર વોશ કરવા અનેક લોકો કેમિકલ પ્રોડ્કટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે પણ હેવી કેમિકલવાળા શેમ્પુનો ઉપયોગ કરો છો તો તમારા વાળ જતા દિવસે વધારે ખરાબ થઇ જાય છે. વાળ ખરાબ થવાને કારણે તમારો આખો લુક બગડી જાય છે. વાળ તમારી પર્સનાલિટીને ખરાબ કરી નાંખે છે. વાળ ખરાબ થવાને કારણે વાળમાં ડેન્ડ્રફ થવો, જૂ પડવી, બે મુખા વાળ થવા જેવી બીજી અનેક સમસ્યાઓ થતી હોય છે. આમ, જો તમારા વાળમાં પણ ડેન્ડ્રફ થઇ જતો હોય તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. છાશનો એક એવો ઉપાય છે જે તમારા વાળને સિલ્કી બનાવે છે અને સાથે-સાથે તમારા વાળને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર કરે છે.
માથુ ધોવામાં છાશનો ઉપયોગ
ઉનાળામાં તમે રેગ્યુલર છાશ પીવો છો તો તમારા સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. ડેન્ડ્રફ તમારા વાળમાં બહુ થતો હોય તો તમે 2 ગ્લાસ છાશ લો અને એમાં એક ચમચી ત્રિફળા પાવડર મિક્સ કરો. હવે આ મિશ્રણને આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી બીજા દિવસે આ પેસ્ટ વાળમાં લગાવી દો. વાળમાં આ પેસ્ટ લગાવ્યા બાદ એક કલાક પછી હેર વોશ કરી લો. હેર વોશ શેમ્પુથી કરવાનું નથી. ખાલી પાણીથી જ હેર વોશ કરવાના છે.


















































