ગરમીની શરૂઆત હવે થઇ ગઇ છે ત્યારે અનેક લોકો બરફગોળો, કોલ્ડ કોફી, કોકો બહાર પીવા જતા હોય છે અને મજા કરતા હોય છે. ગરમીને ધ્યાનમાં લઇને આજે અમે તમારી માટે લઇને આવ્યા છીએ કોલ્ડ કોફીની રીત. જો તમે આ રીતે કોલ્ડ કોફી ઘરે બનાવશો તો ઘટ્ટ બનશે અને ટેસ્ટમાં પણ એકદમ બહાર જેવી જ બનશે.
સામગ્રી
- 500 ગ્રામ ફુલ ફેટ દૂધ
- 1 મોટી ચમચી ગરમ પાણી
- 5 થી 6 બરફના ટુકડા
- 2 મોટી ચમચી કોફી પાઉડર
- 3 મોટી ચમચી ખાંડ
- બોર્નવીટા પાઉડર

બનાવવાની રીત
- બહાર જેવી કોલ્ડ કોફી બનાવવા માટે સૌ પ્રથમ ફુલ ફેટ દૂધને ગરમ કરી લો.
- ત્યારબાદ એમાં કોફીને પાણીમાં એડ કરો. તમને જણાવી દઇએ પાણીમાં કોફી મિક્સ કરવાથી સ્મેલ સારી આવે છે.
- હવે આ રીતે મિશ્રણને બરાબર હલાવી દો.
- ત્યારબાદ મિક્સર જારમાં આ બધી જ સામગ્રી લો અને બરાબર ચર્ન કરી લો.
- હવે એક મસ્ત કાચનો ગ્લાસ લો અને એને ચોકલેટ સીરપથી ડેકોરેટ કરો.
- ગ્લાસની આજુબાજુ ચોકલેટ સોસથી ગાર્નિશ કરો અને પછી આ ગ્લાસને 10 મિનિટ માટે ફ્રિજમાં મુકી દો.
- હવે આ ગ્લાસમાં બનાવેલી કોફી ભરી લો.
- પછી કોફી એડ કર્યા પછી વેનીલા આઇસ્ક્રીમ ઉપરથી નાંખો.
- હવે ફરીથી મિક્સરમાં આ બધું ચર્ન કરી લો.
- મિક્સરમાં ચર્ન કરવાથી ફિણ બરાબર ફિણ થશે.
- તો તૈયાર છે કોલ્ડ કોફી.
- આ કોલ્ડ કોફીને વધુ ટેસ્ટી કરવા માટે તમે ઉપરથી વેનીલા આઇસ્ક્રીમ નાંખો છો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે.
- આ કોલ્ડ કોફી તમે બે દિવસ ફ્રીજમાં રાખી શકો છો.
- આ કોલ્ડ કોફીની ઉપર તમે ચોકલેટ સીરપ નાંખો છો તો દેખાવમાં મસ્ત લાગે છે.


















































