અહિંસાપ્રેમી અને સત્યના આગ્રહી ગાંધીજીએ આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા પોતાનું જીવન નીચોવી કાઢ્યું.ગાંધીજીએ દેશની કેળવણીના ઘણા સપનાઓ સેવ્યા હતા. શું આઝાદીના આટલા વર્ષો પછી આપણે એમના સપનાઓ સાકાર કરવામાં સફળ રહ્યા છીએ ?
આપણા રાષ્ટ્રપિતા દેશના ઉદ્યોગોને ઊભા કરવા માંગતા હતા એટલે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર વધારે ભાર આપતા. આજે વિદેશી બ્રાન્ડની વસ્તુઓ વાપરવાનું ઘેલું લોકોને લાગ્યું છે.
૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમમાં તેમણે એક આદર્શ કમ્યુનિટી સ્કૂલ વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો. માતૃભાષાને શિક્ષણમાં આગળ લાવવા માંગતા હતા. આજે શૈક્ષણિક ક્ષેત્રે આપણે પાશ્ચાત્ય શૈલી અપનાવી છે. આજે અંગ્રેજી મિડિયમમાં ભણતા છોકરાઓને માતૃભાષા વાંચતા પણ નથી આવડતી.
ગાંધીજી પ્રકૃતિ પ્રેમી હતા.
આજે પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ બગડી રહ્યો છે.આજે આગળ વધવા આપણે નાની વાતોમાં પણ જૂઠનો સહારો લઈએ છીએ.અહિંસા વિસરાઈ ગઈ છે.
ગાંધીજીએ આપણને આઝાદી અપાવી પણ શું આપણે એમના મૂલ્યોને સાચવી શક્યા છીએ ?
~ અલ્પા શાહ

















































