શોષ્યલ મીડિયા અને આજ ની જનરેશન પેહેલા નાં જમાનામાં આદિમાનવો જાડ નાં પાંદડા વલકલ વસ્ત્રો પેરીને ફરતા, જમવામાં ફળ, કન્દમૂળ જ ખાતા અને, પ્રકાશ માટે તો તમને ખબર છેઃ જ ઈશ્વર ની સૌથી મોટો આવિષ્કાર એટલે માનવ અને આજે માનવી એ ઘણી બધી રચનાઓ કરી છેઃ જેમાં સૌથી મોટો આવિષ્કાર એટલે ઇન્ટરનેટ અને, શોષ્યલ મીડિયા જેમ એક સિક્કાની બે બાજુ ઓં હોય છેઃ એમ જ આ શોષ્યલ મીડિયા ની પણ બે બાજુ છેઃ મતલબ આ શોષ્યલ મીડિયા થી ફાયદાઓ પણ છેઃ એને નુકસાન પણ .
ફાયદાઓ ની જો વાત કરું તો ઘણા કાર્યો ઓનલાઇન થઈ ગયા છેઃ . જે લોકો સાંસ્કૃતિક એક્ટિવિટી સાથે , શિક્ષણ ક્ષેત્રે, ઓનલાઇન પોતાના પ્રોડક્ટ ને વેચે છેઃ, પોતાના કામ નાં પ્રદર્શન માટે એક વિશાળ પ્લેટફોર્મ છેઃ શોષ્યલ મીડિયા માં ઘણી વેબસાઈટ, એપ્પસ છેઃ કે જેનાથી પોતાના કામ માં વધારો કરી શકાય નવી નવી વસ્તુ ઓં શીખી શકાય , જાણી શકાય પણ મારો મુદ્દો ફાયદાનો નથી મારો મુદ્દો નુકસાન નો આડ અસર નો છેઃ કારણ કે આજ ની ફાસ્ટ લાઈફ માં માબાપ ઈ જોઈજ નથી શકતા કે એમના બાળકો શોષયલમીડિયા નો કેવી રીતે ઉપયોગ કરે છેઃ ઘણી વાર ભરોસા નાં કારણે તો ઘણી વાર સમય નાં અભાવ નાં કારણે પણ asje જેટલી ફ્રીડમ આજ ની જનરેશન ને મળી છેઃ એનો ભરપૂર ફાયદો કદાચ શોષ્યલ મીડિયા થી ઉઠાવ્યો છેઃ શરૂવાત બતાવું તો નાના બાળકો ફોન પર વિડિયોઝ નાં જોય તો જમશે નહીં, શોર્ટ વિડીયો માં વ્યુ અને લાઈક વધારવા વલ્ગારિટી પર ઉતરી જવુ, ડબલમીનિંગ વાડા ડાઈલોગ બોલી વિડીયો બનાવવા, ફેંક આઇડી બનાવી લોકો ને અથવા શપેશયલી છોકરી ઓં ને ટ્રોલ કરવી, હજુ તો ઘણું ગણાવી શકું આઇડી હેક કરવી, અને ખાસ તો મને ઈ જ નથી સમજાતું કે પોતાના ઘરે બેસી ને આપણા ખાતા માંથી બેન્ક બેલેન્સ ખાલી કરી નાખવું આ મહાન કાર્ય થાય છેઃ કેવી રીતે ?
બીજી એક વાત એ પણ છેઃ કે આવા અભદ્ર વિડીયો જોઈ કેવીરીતે શકાય? અથવા આટલુ માઈન્ડ જો બીજા ની કમાણી ને પડાવી લેવા માં વાપરે તો પોતા નાં સુઘડ ભવિષ્ય માટે કેમ નાં વાપરે? શોષ્યલ મીડિયા યુઝ કરવાથી એક અદેખાઈ નો ગુણ પણ વધ્યો છેઃ આ અહીં ફરવા ગયા ચાલો આપણે જઇયે આણે આ ખરીદ્યું હું લઇ આવું બાર જવુ ફરવું ભલે હેસિયત હોય કે નાં હોય દેખાડા માટે આપણા જ કમાતા માણસો નો ભોગ લઇ બેસીયે છ્યે . જમીયે, ફરીયે, ક્ષે પણ જઇયે તો સૌથી પેલા ફોટોઝ ક્લિક ણા કરીયે તો જપ ક્યાંથી.
વોટ્સએપ એક એવી એપ છેઃ જેનાથી આપણે દૂર ણા સ્નેહીઓ થી કનેક્ટેડ રહીયે છ્યે પણ હવે મુસીબત એ છેઃ કે આમાં ગ્રુપ બને છેઃ ને ગ્રુપ અજાણીયા વ્યક્તિઓ પૂછ્યા વગર છોકરી નો ડીપી છેઃ એમ જોઈ ને વિડીયો કૉલ કરે છેઃ મેસેજ કરી ડે છેઃ લિષ્ટ લાંબી છેઃ અંત માં ઓનલાઇન ચેટ કરી ને લવ રિલેશન બાંધી ખોટા પગલાં ભરી નજાણે શું કાઠું કાઢવા માંગે છેઃ એ સમજાતું નથી હું એમ નથી જ કહેતી કે આજ ની જનરેશન માં આવતા દરેક બાળકો ખરાબ કે ખોટા હોય છેઃ પણ હા અમુક હોય છેઃ અને આજ જનરેશન ણા નહીં પણ આની આગળ ની જનરેશન ણા પણ છેઃ શોષ્યલ મીડિયા એ કદાચ લોકો ને જાણે આઝાદી ણા પર ન આપ્યા હોય એવુ લાગી રહ્યું છેઃ પણ હું એટલુંજ કહીશ દરેક વસ્તુ સારી જ છેઃ એમાં પણ શોષ્યલ મીડિયા ખાસ પણ એનો સાચો સચોટ ઉપયોગ કરવો જરૂરી છેઃ
~ માનસી દેસાઈ