ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે હવે ઠંડા પીણા પીવાની મજા જ કંઇક અલગ આવે છે. કોરોનાની આ પરિસ્થિતિમાં તમે બહારના ઠંડા પીણા પીવો છો એના કરતા ઘરે બનાવેલું પીણું પીવો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ઉનાળામાં ખાસ કરીને લીંબુ સરબત, લીંબુ પાણી જેવા પીણાં પીવો જેથી કરીને તમે ચક્કર જેવી બીજી સમસ્યાઓથી બચી શકો. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો સિંકજી…
સામગ્રી
- પાણી
- 1 નંગ લીંબુ
- બરફના ટુકડા
- કાળા મરીનો પાઉડર
- સિંકજી મસાલો બનાવવા માટે
- 1 ચમચી ચાટ મસાલો
- 1 ચમચી જીરું પાઉડર
- 1 ચમચી મરી પાઉડર
- 1 ચમચી જલજીરા
- 1 ચમચી પાણીમાં પલાળેલા તખમરીયા

બનાવવા માટેની રીત
- શિકંજી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં જરૂર મુજબ પાણી ઉમેરો.
- હવે લીંબુના બે ટુકડા કરી લો અને એમાંથી રસ કાઢીને આ વાસણમાં લઇ લો.
- ત્યારબાદ આ પાણીમાં શેકેલા જીરાનો પાઉડર, સંચળ, મીઠું અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- ખાંડ ઓગળે ત્યાં સુધી સતત ચમચીથી હલાવતા રહો.
- ખાંડ ઓગળી જાય પછી ઉપર જણાવ્યા મુજબ શિકંજીનો મસાલો અને કાળા મરીનો પાઉડર એડ કરો.
- આ મસાલો એડ કર્યા પછી બરાબર પાણીને હલાવો જેથી કરીને બધા મસાલા બરાબર મિક્સ થઇ જાય અને ટેસ્ટ સારો આવે.
- હવે આ શિકંજીને એક ગળણીથી ગાળીને એક ગ્લાસમાં કાઢી લો.
- ત્યારબાદ આ ગ્લાસમાં બરફના ટુકડા એડ કરો.
- તો તૈયાર છે ઠંડી શિકંજી.
- તમે આ ઠંડી શિકંજી પર ફુદીનાના પાનથી ગાર્નિશ કરી શકો છો.
- આ શિકંજીમાં તમારે શિકંજીનો મસાલો વધારે એડ કરવો હોય તો તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો.


















































