કામથી પરવારીને રાબેતા મુજબ રામાકાકા ઘેર આવી ગયા. પણ આજે રોજ જેવો એમનામાં ઉમંગ-ઉલ્લાસ નહતો. એ પોતાના રૂમમાં આવ્યા, ટેબલ પર પડેલા પુસ્તક પર એક નજર નાખી પણ આજે એમને વાંચનમાં પણ રુચિ ના જણાઈ અને આંખો મીંચીને એમની આરામ ખુરશીમાં બેઠા. હવે એમની ઉંમર પણ જવાબ આપી રહી હતી. પણ એમની જવાબદારી પુરી થાતી ન હતી.
અચાનક પવનની થપાટ સાથે બારી ખુલી ગઈ. ઓરડો પ્રકાશિત થઈ ગયો. એકાએક એક તેજપુંજ રામાકાકા પાસેથી પ્રસાર થયું ગયું અને પવનની લહેરથી પુસ્તકના પન્ના ફરવા લાગ્યા, ઓરડાની બારીઓ અથડાવા માંડી અને પછી અચાનક નીરવ શાંતિ પ્રસરી ગઈ. વાતાવરણની એ શાંતિ જાણે રામાકાકાની ખુરશી ને પ્રાણ પુરી -હચમચાવી ગઇ ના હોય એમ ખુરશીની નિર્જીવતા ખળભળીને બોલી ઊઠી કે “હવે પરિવારની સવાર કેવી ઉગશે ?”….
સંકેત વ્યાસ “ઈશારો”
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































