સપ્ટેમ્બર 2020 માં પબ જી બેન થયા પહેલા ભારત માં 17.5 કરોડ યુઝર ધરાવતી હતી જે તેના કુલ યુઝર નું 24% હતું, પરંતુ સિક્યોરિટી અને અન્ય કારણોથી તેને બેન કરવામાં આવી હતી.
આ દરમિયાન ચાઈનીઝ કંપની “પબજી” નવો અવતાર લઇ કોરિયન કંપની “ક્રાફટન” દ્વારા “બેટલગ્રાઉન્ડ ઇન્ડિયા” તરીકે લોન્ચ થઇ રહી છે, પબજી ઇન્ડિયા ની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ હવે ક્રાફટન બેટલગ્રાઉન્ડ ઇન્ડિયા તરીકે રીનેઈમ કરાયા બાદ તેનું પ્રિ-રજિસ્ટ્રાટશન પણ ઓપન કર્યું હતું જેમાં ભારત માંથી બે કરોડ થી વધુ લોકો રજીસ્ટર થયા હતા. યુવાનોમાં વધતા ક્રેઝના લીધે 2021 માં પબજીની ગ્લોબલ ત્રિમાસિક રેવન્યુ 555 મિલિયન ડોલર થી વધી 709 મિલિયન ડોલર પહોંચી ગઈ હતી.

આ છે ભારતીય એપ માં કરાયેલા મુખ્ય ફેરફાર :
1 – સિક્યુરિટી માટે હવે આ એપનો બધો ડેટા ચીન ના બદલે હવે કોરિયા ની કંપની ક્રાફટનના મેનેજ કરશે. એટલુંજ નહી હવે પણ હવે તમે જુના ઇન્ટરનેશનલ વર્ઝનની જેમ અન્ય દેશોના લોકોને એડ નહિ કરી શકો, તમે ફક્ત બેટલગ્રાઉન્ડ ઇન્ડિયાના જ ફ્રેન્ડને એડ કરી શકશો. જેથી તમારું પ્લે નેટવર્ક ભારત પૂરતું સીમિત રહેશે.
2 – તમે જો પહેલેથી પબ જી રમતા હોવ તો હવે તમારા જુના ડેટા, પરચેઝ અને એકાઉન્ટ ને પણ અહીંયા ટ્રાન્સફર કરી શકશો ( ડિસેમ્બર સુધી માઈગ્રેશન ઓપન છે ) , જેમાં તમારા બધા જ અચિવમેન્ટ, અને પેઈડ પરચેઝ રીસ્ટોર થઇ જશે.
3 – પબજી એપનું એવું રિસર્ચ સામે આવ્યું હતું કે તેમાં હિંસક પાત્રો અને લડાઈના લોહીયાળ એનિમેશન હોવાથી સાઇકોલોજિકલી તે લોકોના સ્વભાવને અગ્રેસિવ બનાવે છે પરંતુ હવે તેનો પ્રભાવ ઓછો કરવા નવા વર્ઝન માં લોહી નો રંગ લાલ માંથી બદલી અને લીલો કરી નાખ્યો છે અને હવે તેના અમુક શબ્દો પણ થોડા સોફ્ટ કરવામાં આવ્યા છે જેમ કે હવે “કિલ” ના બદલે “ડિફિટેડ” શબ્દ વપરાશે.
4 – નવી એપ માં ટેક્નિકલ ગાઇડલાઇન ફોલો કરી અને એપ શરુ કરતાની સાથે જ યુઝર ને એક વોર્નિગ એલર્ટ આવે છે કે આ એક વર્ચ્યુઅલ દુનિયા છે, જે ધ્યાનમાં રાખવું જરૂરી છે.
5 – આ એપ ડાઉનલોડ કરવા અને રમવા માટે 18 વર્ષની ઉમર અને ઓ.ટી.પી વેલિડેશન ફરજીયાત છે, અને ઈન એપ ટૂલ પરચેઝ માટે 7000 ની દૈનિક મર્યાદા પણ હશે.
હવે જોઈએ ગુજરાતમાં તેનો ક્રેઝ અને સાવચેતી
આ એપ વર્ઝન 12.1 લોન્ચ થતા પેહલા લગભગ બે કરોડ થી ઉપર રજીસ્ટ્રેશન ભારતમાં થી આવ્યા હતા, અને ગુગલ ઉપર લગભગ ચાલીસ કરોડ સર્ચ “પબ જી” રિલેટેડ કીવર્ડ્સ માટે થઇ હતી જેમાં ગુજરાતમાંથી આ વર્ષે અઢી કરોડ થી વધુ યુનિક સર્ચિસ જોવા મળી હતી.
ગુજરાતના ઘણા યુવાનો આ ગેમ ડાઉનલોડ કરી અને મિત્રવર્તુળ સાથે રમતા હોય છે, ત્યારે અમુક સાવચેતી પણ અનિવાર્ય છે.
– આ ગેમ તમને ગેમ એડિક્ટ બનવી શકે છે, હિંસાત્મક અભિગમ ને પ્રોત્સાહન આપે તેવી છે, જેથી આ પાસાઓની રમતી વખતે સભાનતા કેળવવી જરૂરી છે.
– આ રમત તમને સામાજિક પ્રવૃત્તિ ને ઓછી કરી નાખે છે, જેથી તમારી સોશિયલ લાઈફને નકારાત્મક ઇફેક્ટ થવાની સંભાવના છે
– વધુ પડતો હાઈ મોશન સ્ક્રીન ટાઈમ , આઈ મુવમેન્ટ અને હિંસાત્મક દૃશયો વિગેરે તમારી આંખો અને માનસિક તણાવને વધારી શકે છે , જેથી આ પ્રકારની રમતનો સંયમ પૂર્વક અને માર્યાદિત ઉપીયોગ કરવો જરૂરી છે.
મારા મતે આવી ગેમિંગ ટેક્નોલોજીનો સમજણ અને સંયમતાપૂર્વક આનંદ લેવો સારો, પરંતુ તે વ્યસનમાં ના પરિણામે તેને તકેદારી અને સભાનતા પણ રાખવી અનિવાર્ય છે.
વિઝન રાવલ । ટેક્નોલોજી એક્પર્ટ


















































