નમસ્કાર મિત્રો,
આગામી તા. 5 મી જુલાઈએ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ધન રાશિમાં થઈ રહ્યું છે. આ દિવસે ધન રાશિમાં ગુરુ અને કેતુની સાથે ચંદ્રની યુતિ સર્જાઈ રહી છે. ચંદ્ર એ મનનો કારક છે. કેતુ એ દુર્ઘટના, પીડા તથા તાણનો કારક છે. બીજી તરફ ગુરુ કેતુની યુતિ ચાડાળ યોગનું નિર્માણ કરી રહી છે. આથી આ ચંદ્રગ્રહણ માનસિક તાણ સાથે શારીરિક, માનસિક તથી અંગપીડા આપનારું બની રહેશે. મેદસ્વિતા ધરાનવાર તથા હ્રદયરોગના દર્દીઓએ પણ સાચવવાની જરૂર છે. અમુક જ્યોતિષો પંચાંગમાં દર્શાવ્યા મુજબ કહેશે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી તેને પાળવાની જરૂર નથી, ચોક્કસ, ગ્રહણ પાળવાની જરૂર નથી પરંતુ બ્રહ્માંડમાં ચંદ્ર તો એક જ છે તેથી જ્યારે જ્યારે ચંદ્રનો ગ્રાસ થાય ત્યારે ત્યારે માનવીના મન તથા ચંદ્ર સાથે જોડાયેલી બાબતો પર તેની ખરાબ અસર પડે છે, જેનાથી બચવા માટે આપણે ઉપાયો કરવા જોઈએ.

આ ગ્રહણ અમેરિકા, આફ્રિકા તથા દક્ષિણ-પૂર્વી યુરોપના દેશોમાં દેખાવાનું છે. આથી ત્યાંના લોકો પર તેનો ખાસ પ્રભાવ રહેશે. હાલ પણ આપણે જોઈએ છીએ કે ત્યાના દેશોની જનતા કોરોના ઉપરાંત આંતરિક વિગ્રહો, બળવા, રંગભેદને લીધે થતી ધમાલ, દાવાનળ જેવી કુદરતી આપત્તિઓને લીધે તાણ અનુભવી રહ્યો છે. આ ગ્રહણનો સ્પર્શ સમય સવારે 08.00 કલાકનો છે. સવારે 9.00 કલાકે ગ્રહણ મધ્યભાગમાં સ્પર્શશે તથા 11.00 કલાકે ગ્રહણ મોક્ષ પામશે. ચંદ્રગ્રહણનો વેધ ત્રણ પ્રહર એટલે કે નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે. આ ગ્રહણ દેશ દુનિયાના લોકો માટે શુભાશુભ ફળ લઈને આવી રહ્યું છે તો ચાલો જાણીએ રાશિવાર ચંદ્રગ્રહણનું ફળ અને તેના ઉપાયો વિશે.
ચંદ્રગ્રહણના શુભાશુભ ફળો
જે લોકોની કુંડળીમાં ચંદ્ર-શનિ (વિષયોગ), ચંદ્ર-રાહુ તથા ચંદ્ર-કેતુની યુતિ સર્જાઈ રહી છે તેવા જાતકો પર આ ગ્રહણનો ખાસ પ્રભાવ રહેશે. જો કોઈ જાતકની કુંડળીમાં આવી યુતિ છે અને તે કોઈ માનસિક રોગ કે ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે તો તેની પીડામાં વધારો થશો. કેતુ સાથેની યુતિ આ પીડાને વેગ આપશે. એ તમામ બાબતો કે જેનો ચંદ્ર કારક છે જેમકે મન, માતા, પ્રવાહી ધન એટલે કે લિક્વિડિટી વગેરે તમામ પર આ ગ્રહણની અસરો વર્તાશે. આવા સમયે ખાસ ગર્ભવતી સ્ત્રીઓએ બહાર નીકળવું નહિ.
ચંદ્રગ્રહણના રાશિવાર શુભાશુભ ફળો
મેષ – આ રાશિના લોકો માટે ગ્રહણ પુત્ર પીડા લાવનારું છે. જાતકના પુત્રને શારીરિક કે માનસિક કષ્ટ પડે. વિદ્યાહાનિ તથા મેમરીલોસ પણ થઈ શકે.
વૃષભ – આ રાશિના જાતકો માટે આ ગ્રહણ શુભ છે. શત્રુનાશ થાય. કોર્ટ-કચેરીના કાર્યો તથા મુકદ્દમામાં સફળતા મળે.
મિથુન – ભાગીદારીમાં પ્રશ્નો ઊભા થાય. પતિ પત્નીના સંબંધોમાં અણબનાવ થાય. બને ત્યા સુધી વાણી પર કાબૂ રાખવો અને મતભેદ કે મનભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
કર્ક – અપયશ મળે. મહાકષ્ટ થાય.
સિંહ – બેચેની, ઉદ્વેગ રહે. નાની મોટી ઈજાને લીધે અંગપીડા થઈ શકે.
કન્યા – કાર્યસિદ્ધિ મળે પરંતુ ધંધામાં નુકસાન જાય.
તુલા – સફળતા તથા ધનલાભ થાય.
વૃશ્ચિક – ધનહાનિ થાય, દેહપીડા મળે તથા માનસિક યાતના ભોગવવી પડે.
ધન – શારિરીક તથા માનસિક પીડા રહે.
મકર – ધનહાનિ
કુંભ – ધનલાભ
મીન – અંગપીડા તથા માતાને કષ્ટ
ચંદ્રગ્રહણના રાશિવાર ઉપાયો
- જેમની કુંડળીમાં નીચેની યુતિ છે તેમણે તે મુજબના ઉપાયો કરવા.
- ચંદ્ર-શનિ – એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- ચંદ્ર-રાહુ – એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- ચંદ્ર-કેતુ – એક શ્રીફળ, સાત બદામ, ચાર લીંબુ અને ચાર કેળા સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- ગ્રહણના મોક્ષ પછી ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્રનું દાન કરવું.
- મેષ રાશિના જાતકોએ દૂધ તથા ખાંડનું દાન કરવું.
- વૃષભ રાશિના જાતકોએ ચોખા તથા રૂનું દાન કરવું.
- મિથુન રાશિના જાતકોએ દૂધ તથા મગનું દાન કરવું.
- કર્ક રાશિના જાતકોએ સફેદ તથા દૂધિયા વસ્ત્રનું દાન કરવું.
- સિંહ રાશિના જાતકોએ ઘઉં નું દાન કરવું. નાની કન્યાઓને દૂધ પીવડાવવું.
- કન્યા રાશિના જાતકોએ દૂધ અને મગનું દાન કરવું. પક્ષીઓને મગ ખવડાવવા.
- તુલા રાશિના જાતકોએ સફેદ સુતરાઉ વસ્ત્ર તથા બાસમતી ચોખાનું દાન કરવું. નાની કન્યાઓને દૂધ પીવડાવવું.
- વૃશ્ચિક રાશિના જાતકોએ મસૂરની દાળ તથા મસૂર અને દૂધનું દાન કરવું.
- ધન રાશિના જાતકોએ ચણાની દાળ, દૂધ, લીંબુ અને કેળાનું દાન કરવું.
- મકર રાશિના જાતકોએ ચાંદીની વસ્તુ તથા દૂધનું દાન કરવું. માતાના આશિર્વાદ લેવા.
- કુંભ રાશિના જાતકોએ બદામ તથા દૂધનું દાન કરવું.
- મીન રાશિના જાતકોએ ચણાની દાળ, દૂધ, લીંબુ અને કેળાનું દાન કરવું.
ઈશ્વર પર શ્રદ્ધા રાખો અને સત્કર્મ કર્યે જાઓ. સાચા માણસોને ઈશ્વર કદી દંડ આપતો નથી. વધુ માર્ગદર્શન કે જાણકારી માટે આપ પર 8306411527 સંપર્ક કરી શકો છો.
આપ સૌને આદિત શાહના જય અંબે…


















































