” કશે ન મળ્યાં ”
પ્રત્યક્ષ કોઈવાર એકેય મુલાકાત ન થઈ,
ખબર છે તમને આપણે સ્વપ્ને કેટલી વાર મળ્યાં.
પહેલાં કદ્રદાન હતાં ઘણાં આ તો તે પાગલ નાં,
‘રોશની’ લઈ ઘણાં શોધ્યાં પણ એકેય ન જળ્યાં.
શબ્દો સજાવ્યાં એક પછી એક મેં તે નફરત નાં,
પ્રેમ નાં શબ્દો પાગલે ઘણાં શોધ્યાં એકેય ન મળ્યાં.
જીંદગી નાં પ્રશ્નપત્રમાં લાગણી નાં પ્રશ્નો પૂછ્યાં તાં,
ડોકિયું કર્યું મે એમનાં હ્રદયપુસ્તક માં જવાબ કશે ન જળ્યાં.
આ વરસતાં વરસાદ માં પાગલ એકલો પલળ્યો,
સંગ ભીંજાવા ઘણા શોધ્યાં મેં એમને….પણ તેઓ…
” કશે ન મળ્યાં “…
” કશે ન મળ્યાં “…
-” પાગલ “-
-” કેદારિયા અવિનાશ પી.”-


















































