ઈંગ્લેન્ડ (England)ની વિરૂદ્ધ ચોથી ટી-20 મેચમાં ભારતીય ટીમ (Indian Team) ના બે ખેલાડી સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને વોશિંગટન સુંદર (Washingtone Sundar)ને વિવાદાસ્પદ રીતે આઉટ આપવામાં આવ્યા હતા. આ બંને નિર્ણય થર્ડ અમ્પાયર (Third Umpire) દ્વારા લેવામાં આવ્યા હતા. આ નિર્ણય પછી ભારતીય ક્રિકેટર્સે આઈસીસી (ICC)ના નિયમો ઉપર સવાલ ઉભા કર્યા છે. આ મેચમાં થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્મા (Virendra Sharma) હતા. જેમણે આ પ્રકારના નિર્ણય આપ્યા હતા. સૌથી પહેલા પહેલા દાવમાં સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav) ને કેચ આઉટ પર વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો તો તેના પછી દાવની અંતિમ ઓવરમાં વોશિંગ્ટન સુંદર(Washingtone Sundar)નો પણ કેચ આઉટનો નિર્ણય પણ ચોંકાવનારો હતો.
પહેલા દાવમાં 20મી ઓવર ઈંગ્લેન્ડનો બોલર જોફ્રા આર્ચર ફેંકી રહ્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર સુંદરે આર્ચરના બોલ પર શાનદાર સિક્સર ફટકારી અને તેમનો કેચ બાઉન્ડ્રી ઉપર ફિલ્ડિંગ કરી રહેલા આદિલ રશિદે ઝડપી લીધો હતો.આ એક શોર્ટ બોલ હતો અને તેના પર સુંદર અપર કટ લગાવ્યો અને બોલ સીધો થર્ડ મૈન ઉપર ફિલ્ડીંગ કરી રહેલા રશિદ પાસે ગયો હતો અને તેમણે કેચ ઝડપી લીધો હતો. આ કેચના સમયે એવું લાગી રહ્યું હતું કે તેમના રશિદનો પગ બાઉન્ડ્રીને અડી રહ્યો છે. થર્ડ અમ્પાયરે જોયું કે પહેલા તેમનો પગ બાઉન્ડ્રીને અડી રહ્યો હતો પરંતુ જ્યારે બોલ તેમના હાથમાં આવ્યો ત્યારે તેમનો પગ બાઉન્ડ્રીને નહોતો અડી રહ્યો અને પછી સૂંદરને થર્ડ અમ્પાયરે આઉટ આપી દીધો હતો.
અમ્પાયરના આ ખરાબ નિર્ણય પછી પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને થર્ડ અમ્પાયરના આ નિર્ણય ઉપર એક ફોટો શેર કરીને પ્રશ્ન ઉઠાવ્યો હતો.
વીવીએસ લક્ષ્મણે પણ આ ખોટો નિર્ણય હોવાનું જણાવ્યુ છે. વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, તે કેવી રીતે આઉટ હતો ? જ્યારે તમે ટોપ ક્લાસ ટેકનોલોજી પછી પણ શ્યોર નથી કે કેચ ઝડપ્યો છે કે નહીં તો તમે ફિલ્ડ અમ્પાયરના સોફ્ન નિર્ણયની સાથે કેવી રીતે જઈ શકો છો ? મને લાગે છે કે આ નિયમ બદલાવવાની અથવા તો આ નિયમ પર વિચારની જરૂરિયાત છે.
તમને જણાવી દઈએ કે આ ચોથી મેચમાં ભારતે ઈંગ્લેન્ડની વિરૂદ્ધ 20 ઓવરમાં 8 વિકેટે 185 રન ફટકાર્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 57 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રિષભ પંતે 30 રન ફટાકાર્યા હતા તો સાથે સાથે શ્રેયસ ઐયરે પણ શાનદાર બેટિંગ કરતા 18 બોલમાં 37 રન ફટકાર્યા હતા. જોફ્રા આર્ચરે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
VR Sunil Gohil


















































