• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

આવો સમજીએ “વિશ્વપર્યાવરણ દિનની” વૈજ્ઞાનિક ઉજવણી કેવી રીતે થાય?

શિલ્પા શાહ, Director incharge & Associate professor, HKBBA college

iGujju by iGujju
in i - ગુજ્જુ, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, બાળ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
30 0
A A
0
34
SHARES
127
VIEWS
Share on WhatsappShare on Facebook

કદાચ આપણને સર્વને એ વિદિત હશે જ કે ૧૯૭૨માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયેલા અને પર્યાવરણની જાળવણી અંગેના માર્ગદર્શનનું જાહેરનામું બહાર પાડેલુ, જેના ભાગરૂપે સંયુક્તરાષ્ટ્રસંઘ દ્વારા પાંચમી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિવસ” એટલે કે “world environment day” તરીકે ઉજવવામાં આવે છે. આમ તો કોઈપણ દિવસની ઉજવણી હોય, ઉત્સવ હોય કે તહેવારનો પ્રસંગ હોય, સાચી ઉજવણી વિષયની ઊંડી સમજણ સાથે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થાય તો જ ધાર્યુ પરિણામ આપી શકે. હિન્દુસંસ્કૃતિમાં તો તહેવારો અને ઉત્સવોનું અનેરૂ મહત્વ છે જેની પાછળ રૂટિન, કંટાળાજનક કે એકધારી જીવનશૈલીમાંથી બહાર નીકળી જીવનમાં થોડા પરિવર્તન અને આનંદ સાથે ઉત્સાહ વધારવાનો હેતુ તો છે જ સાથે-સાથે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પણ ઉમદા ઉદ્દેશ રહેલો છે. પશ્ચિમનું બૌદ્ધિક જગત એકસમયે પૂર્વીય જગતના અનેક તહેવારો અને ઉત્સવોને જોઈ મશ્કરી કરતો કે ભારતમાં તો ૩૬૫ દિવસના વર્ષમાં 1660 તહેવારો અને ઉત્સવો મનાવાય છે, અજીબ છે આ લોકો? જ્યારે હવે એ જ પશ્ચિમી જગત ફાધર ડે, મધર ડે, વુમન ડે જેવા હજારથી વધુ સામાન્ય દિવસોની ઉજવણી કરી પૂર્વીય જગતનું અનુકરણ કરતો જોવા મળે છે.

પરંતુ મારું અંગત મંતવ્ય એવું છે કે પૂર્વીય જગતના તહેવારો કે પશ્ચિમી જગતના ડે સેલિબ્રેશનને સાચી અને વૈજ્ઞાનિક રીતે સમજવામાં આવે એટલે કે વિષયના ઊંડાણમાં જઈ, તેનું હાર્દ સમજી, આચરણ કરવામાં આવે તો જ તે ઉજવણી ફળદાયક અને આવકાર્ય બની રહે. જેમ કે વિશ્વપર્યાવરણદિનની ઉજવણીનો એક ગર્ભિત હેતુ એવું છે કે લોકોના માનસપટ પર પર્યાવરણ અંગેની જાગૃતિ વધે, લોકો પર્યાવરણ સુરક્ષા અંગેના કાર્યમાં અંતઃકરણપૂર્વક ભાગીદાર બને અને આ પૃથ્વીને રહેવાલાયક અને ખુશખુશાલ બનાવવામાં યથાયોગ્ય ફાળો આપે. યુએનના એન્વાયરમેન્ટલ પ્રોગ્રામના chief scientist ડોક્ટર જિયાન લ્યુ જણાવે છે કે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સંતુલન બગડી રહ્યું છે જેના કારણે અનેક કુદરતી આપત્તિઓની સંખ્યા અને તીવ્રતા દર વર્ષે વધી રહી છે. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનું અસંતુલન જ અનેક બીમારીઓ, રોગો અને આપત્તિઓ પાછળનો મૂળભૂત જવાબદાર કારણ છે. સંશોધનકર્તાઓએ સ્વીકાર્યું છે કે વાયુપ્રદુષણનો કોરોનાના મૃત્યુદર સાથે સીધો સંબંધ છે. દુનિયાની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓના રિસર્ચથી એ સ્પષ્ટ થયું છે કે જ્યાં વાયુ પ્રદુષણ વધુ છે ત્યાં કોરોના વાયરસ જીવલેણ રહ્યો છે. અમેરિકા, ચીન, ઇટાલી જેવા દેશોમાં સૌથી વધુ પ્રદૂષિત હવાએ કોરોના મૃત્યુદરમાં વધારો કર્યો છે. ભારતમાં પણ મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, પુણે જેવા વધુ વાયુપ્રદુષણ ધરાવતા રાજ્યોમાં કોરોનાના કેસ વધુ નોંધાયા છે.

ટૂંકમાં પ્રદૂષણમાં ઘટાડો થાય અને પર્યાવરણ શુદ્ધ અને સ્વાસ્થવર્ધક બને તેવા કોઈ કાર્યો વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે. આપણા સૌ દ્વારા જો થઈ શકે તો મને લાગે છે આવા દિવસની ઉજવણી યથાર્થ થઈ કહેવાય. પર્યાવરણ દિનની વૈજ્ઞાનિક ઉજવણી કરતાં પહેલા એ જાણવું પડે કે પર્યાવરણ કોને કહેવાય? પર્યાવરણની સમતુલા એટલે શું? અસમતુલાના લક્ષણો કયા છે? એટલે કે અસમતુલાને ઓળખવી પડે અને ત્યારબાદ એ અસમતુલા દૂર કરવા આપણે શું કરી શકીએ તે અંગે વિચારવું જોઈએ. પર્યાવરણ એટલે પરિ+આવરણ, “પરિ” એટલે આસપાસનું અને “આવરણ” એટલે આચ્છાદન. આમ આપણી આજુબાજુનું વાતાવરણ એટલે પર્યાવરણ, જે સમગ્ર જીવસૃષ્ટિ એટલે મનુષ્યજગત, પ્રાણીજગત(પશુ-પક્ષી) અને વનસ્પતિજગતનું સંયોજન છે. પર્યાવરણ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વનું એક અગત્યનું ઘટક કે પરિબળ છે. એ જો સમતુલામાં હોય તો સમગ્ર જીવસૃષ્ટિ “પ્રોબ્લેમ ફ્રી લાઈફ” જીવી શકે. વળી પર્યાવરણ કે જીવસૃષ્ટિના તમામ તત્વો એકબીજા સાથે સંકળાયેલા છે જેથી એકને ખલેલ પહોંચાડી બીજું તત્વ કદી સ્વસ્થ રહી શકે નહીં, એ દૃષ્ટિએ મનુષ્યજગતની સુખ-શાંતિ માટે પ્રાણીજગત અને વનસ્પતિજગત તેમજ તમામની જીવાદોરી સમાન જળતત્વની પર્યાપ્તતા આવશ્યક છે. જીવસૃષ્ટિ કે પર્યાવરણના કોઈપણ તત્વોમાં વધારો કે ઘટાડો થાય ત્યારે સમસ્યા સર્જાય. જેમ કે જમીનનો 10 ટકા ભાગ બરફ છવાયેલો છે, જે વાતાવરણીય ગરમી વધતા ઓગળવા માંડે તો સમુદ્રની સપાટી વધે એટલે કે પૃથ્વી પર પાણી વધે અને રહેવાલાયક જમીન ઘટે, એ જ રીતે જો વૃક્ષોની સંખ્યા ઘટે એટલે કે વનસ્પતિજગતમાં અસમતુલા સર્જાય તો જમીનનું ધોવાણ વધે, તાપમાન વધે, વરસાદ ઘટે, ઓક્સિજન ઘટે અને કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થાય. જે ફરી પર્યાવરણના તાપમાનમાં અનેકગણો વધારો કરી મૂકે અને આ રીતે એક vicious સાઈકલ અવિરત ચાલ્યા કરે. હાલની અતિશય પ્રદૂષણની પરિસ્થિતિમાં અનેક વનસ્પતિઓ, જળસૃષ્ટિ, પ્રાણી-પક્ષીઓ નષ્ટ થવા માંડ્યા છે.

જે સર્વનું અસ્તિત્વ મનુષ્યસૃષ્ટિના અસ્તિત્વ માટે આવશ્યક છે. પરંતુ કમનસીબે આપણે આપણા સ્વાર્થથી આગળ કશું જોઈ જ શકતા નથી. જેમ હમણાં જ વાયરલ થયેલા સમાચાર અનુસાર પોતાના નિજાનંદ માટે કે પછી ઈશ્વરજાણે બીજા કયા કારણસર કોઈએ ગર્ભવતી હાથણીને અનાનસમાં ફટાકડા ભરી ખવડાવી દીધું, આ સ્તરનું અજ્ઞાન કે વિકૃતિ વચ્ચે પર્યાવરણીય સમતુલા જેવી ગંભીર બાબતની ચર્ચા પણ ક્યારેક “ભેંસ આગળ ભાગવત” જેવી લાગે છે. ખેર પર્યાવરણનો અર્થ સમજ્યા પછી તેની સમતુલા કોને કહેવાય અથવા અસમતુલા હાલમાં કેવા પ્રકારની જોવા મળે છે, તેની લાક્ષણિકતા તપાસીએ.

૧) સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ તેમ જ વૃદ્ધિ માટે અતિ આવશ્યક પરિબળ એટલે પાણી કે જેના શક્તિદાયક તત્વો સરળતાથી શરીરના અંગોને સક્રિય રહેવામાં મદદરૂપ છે. જેના વગર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ શક્ય નથી. તેવું જળતત્વ દિવસે-ને-દિવસે ઓછું અને દૂષિત થઈ રહ્યું છે. ભૂગર્ભજળનું સ્તર નીચે ઉતરી રહ્યું છે. ૨) આપણને ખાવા માટે અને અસ્તિત્વ ટકાવવા માટે ભોજન જોઈએ, પરંતુ દુનિયામાં માટીના ખાતરનું પડ ઝડપથી સંકોચાતું જાય છે.

૩) આપણને શ્વાસ લેવા સ્વચ્છ હવા જોઈએ, જે મળવી મુશ્કેલ બની રહી છે. ઊલટું વાયુપ્રદુષણ એટલા જોખમી સ્તરે પહોંચ્યુ છે કે અનેક રોગો અને આપત્તિઓનો સામનો સમગ્ર જીવસૃષ્ટિ કરી રહી છે.

૪) વૃક્ષોની સંખ્યા ચિંતાજનક રીતે વિકાસના નામે ઘટી રહી છે. જેથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે અને કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ જોખમી બની રહ્યું છે.

૫) વૃક્ષોના અભાવમાં જમીનનું ધોવાણ વધી રહ્યું છે, વરસાદ અનિયમિત બની રહ્યો છે. આ તમામ પર્યાવરણીય અસમતુલા દર્શાવે છે. જેની સમતુલા માટે દરેક દ્વારા સંયુક્તપણે પ્રયત્નો હાથ ધરવા જોઈએ. મને અંગતપણે એવું લાગે છે કે કોઈપણ અપેક્ષા અન્ય લોકો પાસે રાખતા પહેલા વ્યક્તિગત રીતે જેટલું થઈ શકે તેટલું કરી છૂટવું જોઈએ, જેમ કે

૧) પાણીનો બગાડ સદંતર રોકવો જોઈએ. પાણીની જરૂરિયાત ઘટાડવી જોઈએ. શુદ્ધતા માટે જરૂરી હોય તેનાથી વધુ પાણી વાપરવાને પાપ સમજવું જોઈએ.

૨) આજની દુનિયાની જીવનશૈલી જોતા દુનિયાને પોતાની એક વર્ષની જરૂરિયાત પૂરી કરવા ૧.૭૫ ધરતી ની જરૂર છે, તેવું પર્યાવરણશાસ્ત્રી સીમા જાવેદ જણાવે છે. અમેરિકા જેવી જીવનશૈલી જો બધાની થઈ જાય તો જમીનની જરૂરીયાત 1.75 માંથી પાંચ થઈ જાય, પરંતુ જો તે ભારત જેવી બને તો ૦.૭ ધરતીમાં બધાનું કામ ચાલી શકે. ટૂંકમાં જરૂરિયાતો ઘટાડી, સાદુ જીવન જીવવું, બચાવ કરવો, પ્રકૃતિના તત્વોનો બગાડ અટકાવો, જેવી ભારતીય ધાર્મિક પરંપરાઓ પર્યાવરણીય સમતુલા જાળવવામાં ઘણી ઉપયોગી છે.

૩) દર વર્ષે ધરતી પર જળ અને વનસ્પતિનું જે પુનઃનિર્માણ થાય છે તેનાથી માણસ અનેકગણું વધારે વાપરી નાખે છે. એટલે કે સંશોધન અનુસાર એક જાન્યુઆરીથી લઈ ૩૧ ડિસેમ્બર સુધી જે સંપત્તિ ચાલવી જોઈએ તે ૨૯ જુલાઈએે ખતમ થઇ જાય છે. આમ બાર મહિનાની જરૂરિયાત આપણે છ મહિનામાં વાપરી નાખીએ છીએ, જે ખૂબ જોખમી છે.

૪)વાયુ પ્રદુષણ અટકાવવા સાઇકલનો ઉપયોગ વધારી શકાય અથવા બને એટલો ટુ વ્હીલર કે ફોર વ્હીલરનો ઉપયોગ ઘટાડવાનો પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ.

૫) વળી મોટી સંખ્યામાં લોકો શાકાહાર તરફ વળે તો પણ પ્રાણીજગત

ની સમતુલા હાંસલ કરી શકાય. આપણી જમવાની પદ્ધતિ વધુ મોડર્ન બનતી જાય છે, કદાચ તેના કારણે પ્રાણી અને મનુષ્યનો સંબંધ ઝડપથી બગડી રહ્યો છે, જે રોકવું અનિવાર્ય છે.

૬) પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બને એટલો ઝડપી સદંતર બંધ કરવો અનિવાર્ય છે. પ્લાસ્ટિકનો કચરો સમુદ્રની એસીડીટી વધારી રહ્યો છે, જેનાથી પ્રાકૃતિક સંતુલન બગડી રહ્યું છે, જે સમગ્ર જીવસૃષ્ટિ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

૭) આ ઉપરાંત વન્યપ્રાણીઓ અને પ્રાણીજન્ય ઉત્પાદનોની ગેરકાયદેસર તસ્કરી દુનિયાભરમાં વધી રહી છે જેને તાત્કાલિક રોકવી આવશ્યક છે.

૮) અને સૌથી મહત્વનું આપણી આજુ-બાજુ જ્યાં ખુલ્લી જમીન દેખાય ત્યાં વૃક્ષારોપણ કરવું જોઇએ અને તેની યોગ્ય કાળજી લેવી જોઈએ.

કેમ કે વૃક્ષ દર વર્ષે ૨૦ કિલો ધૂળ શોષી લે છે. એક વૃક્ષ આશરે ૭૦૦ કિલો ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. એક વૃક્ષ દરવર્ષે ૨૦ ટન કાર્બન ડાયોકસાઈડ શોષી લે છે. આપણે જાણીએ છીએ કે ગરમીમાં વૃક્ષ નીચે ચાર ડિગ્રી તાપમાન ઓછું અનુભવાય છે. એક વૃક્ષ ૮૦ કિલો પારો, લિથિયમ, લેડ વગેરે ઝેરી ધાતુઓના મિશ્રણને શોષવાની જબરજસ્ત ક્ષમતા ધરાવે છે. જેના દ્વારા પ્રદૂષણમાં ઘટાડો ઝડપી લાવી શકાય છે. દરવર્ષે એક લાખ ચોરસ મીટર દૂષિત હવા વૃક્ષ ફિલ્ટર કરે છે. ઘરની આજુબાજુ વૃક્ષ અકોસ્ટિક વોલનું કાર્ય કરે છે એટલે ઘોંઘાટ અને ધ્વનિ શોષી લે છે. આ રીતે વૃક્ષ હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ રોકવામાં ખુબ ઉપયોગી છે.વિન્કોસીન યુનિવર્સિટીનું સંશોધન જણાવે છે કે ઘરની આજુબાજુ વૃક્ષ તનાવ કે ડિપ્રેશન ઘટાડે છે. કેનેડાના સાઈન્ટિફિક જર્નલ રિપોર્ટ્સ અનુસાર ઘરની પાસે દસ વૃક્ષ હોય તો મનુષ્યજીવન સાતવર્ષ વધે છે. ઇલિનોય યુનિવર્સિટીના રિસર્ચ મુજબ ઘરની આજુબાજુ વૃક્ષ હોવાથી ઊંઘ સારી આવે છે કેમકે વૃક્ષ નિદ્રા લાવવામાં ખૂબ ઉપયોગી છે.

મને લાગે છે આજથી જ ઉપર જણાવેલ ઉપાયો તાત્કાલિક ધોરણે અમલમાં મૂકીને આપણે વ્યક્તિગત ધોરણે વિશ્વપર્યાવરણદિનની વૈજ્ઞાનિક ઉજવણી કરી શકીએ. જે દ્વારા સાચા અર્થમાં સમગ્ર જીવસૃષ્ટિના જીવનમાં સ્વાસ્થ્ય અને ઉત્સાહનું સિંચન કરી ઈશ્વરના ઉત્તમ કાર્યમાં સહભાગી બની શકીએ. સર્વને વિશ્વપર્યાવરણદિનની હાર્દિક શુભકામના.

Related

Tags: shilpa shah
SendShare14Tweet9Scan
ADVERTISEMENT
Previous Post

આત્મનિર્ભર ગુજરાત’ 14000 કરોડના રાહત પેકેજની જાહેરાત

Next Post

સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

નભોમંડળના નવરત્નો

નભોમંડળના નવરત્નો (લાલકિતાબ આધારિત)

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.