ગઈ કાલે અમદાવાદ ખાતે અતરંગી ગ્રુપ દ્વારા પદ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં કુલ ૧૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નિવિદ દેસાઈ, હીર નિમાવત અને મોનીકા હટેલા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન અતરંગી ગ્રુપના હિતેશ દેસાઈ અને અમેરિકન કોર્નર ગ્રુપના તેજલ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. કવિજગત, આઈ-ગુજજુ અને વિ પબ્લિશર્સના ફાઉન્ડર વિઝન રાવલ આ પ્રસંગે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ ૧૫ સ્પર્ધકોએ વિવિધ વિષયો પરથી સુંદર કાવ્યરચનાઓ કરી હતી જે પૈકી ત્રણ સ્પર્ધકોને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ઝૂમ, ફેસબૂક, યુટ્યુબ તથા ઘણા બધા પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું હતું જેનો લ્હાવો આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રેક્ષકોએ લીધો હતો.

















































