ઑટોમેશન એટલે મશીનીકરણના કારણે પહેલાથી જ ઓછી થયેલી નોકરીઓને લઇ વધુ એક માઠા સમાચાર છે. કોરોના મહામારીના કારણે ગત વર્ષે થયેલ લોકડાઉન દરમિયાન ભારત સહિત દુનિયામાં લાખો કંપનીઓ બંધ થઇ ગઇ છે. કોવિડ-19ના ઝટકાના કારણે લોકો હજૂ સુધી બહાર નથી આવ્યા. આ ખરાબ સમય વચ્ચે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની રિપોર્ટમાં વધુ એક ડરામણી પરિસ્થિતિનું અનુમાન લગાવાયું છે. જે અંતર્ગત આગામી ચાર વર્ષ એટલે 2025 સુધી દર 10માંથી 6 લોકોને નોકરી ગુમાવવાનો વારો આવશે.
ઘણા લોકો આ નોકરી કાપવાના કારણ વિશે પહેલાથી જ જાણતા હશે. તાજેતરના અહેવાલ મુજબ કોરોના સમયગાળા પહેલા મશીનોના કારણે હજારો લોકોની નોકરીઓ છીનવાઇ ગઇ હતી. જેના પછી કોરોના વાયરસના કારણે મશીનોના ઉપયોગમાં મોટો વધારો થયો છે. જેના લીધે સામાજિક અંતરના આ યુગમાં ફરી એકવાર લોકોને મોટી સંખ્યામાં તેમની નોકરી ગુમાવવી પડશે. જણાવી દઈએ કે આ અહેવાલ 19 દેશોની પ્રાઈસ વોટર હાઉસ કૂપર કંપનીમાં કામ કરતા 32,000 કર્મચારીઓ પર સંશોધન બાદ બહાર આવ્યો છે.
સર્વેમાં સામેલ થયેલા 40% કર્મચારીઓને ડર લાગી રહ્યો છે કે, તેઓ થોડા વર્ષોમાં પોતાની નોકરી ગુમાવે દેશે. ત્યાં જ 56% લોકોનું એવું પણ માનવું છે કે, તેઓ ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી રોજગારનો વિકલ્પ પસંદ કરી શક્શે. આ દરમિયાન 60%થી વધારે લોકોએ સરકાર પાસે નોકરી સુરક્ષિત રાખવા માટે અપીલ કરી છે.
રિપોર્ટ અનુસાર 80 ટકા કર્મચારીઓ પોતાને નવી ટેક્નોલોજીના અનુકૂળ બનવાની સાથે પોતાના સ્કિલ ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યા છે. હજારો લોકો નવી ટેક્નોલોજી વિશે જાણવાને લઇ આશ્વસ્ત છે. ત્યાં જ ગત વર્ષની WEFની રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, મશીનો અને આર્ટિફિશિયલ ઇનટેલિજન્સ (AI) પર વધેલી નિર્ભરતાની કારણેં લગભગ સાડા 8 કરોડ લોકોને નોકરીના નુક્સાનનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવે વર્ષ 2025 સુધી માટે સામે આવેલા આ સૌથી ચોંકાવનારા પૂર્વાનુમાનથી નોકરિયાત લોકોની ચિંતા વધી ગઇ છે.
VR Sunil Gohil


















































