સ્વાસ્થ્ય માટે અત્યંત અગત્યની વસ્તુ વિશે અપણે વાત કરીશુ, જેના વગર આપણું જીવન શક્ય નથી. સમગ્ર જીવનનો આધાર અને આપણી તંદુરસ્તી જેના પર રહેલી છે. આપણે અમૂલ્ય વોટર થેરાપી વિશે વાત કરીશુ.
દરેક સામાન્ય રીતે જાણતા જ હશે કે પાણી પીવું આરોગ્ય માટે કેટલું મહત્વનું છે, પરંતુ એક રિસર્ચ મુજબ,જો તમે હુંફાળું અથવા નવશેકુ પાણી પીવો તો તે આ ફાયદાઓને બમણાં કરી દે છે. ઠંડા પીણાંની સરખામણીમાં તમે કોઈપણ ગરમ પીણું પીવો છો ત્યારે શરીર પર તેની અસર વધુ સારી રીતે થતી જોવા મળે છે.
પાણી પીવાના ફાયદા:
➠ આપણે જાણીએ જ છીએ ,પાણી શરીર માટે અમૃત સમાન કાર્ય કરે છે, જે ખોરાકના પોષક તત્વોને પચવામાં મદદ કરે છે અને તેને યોગ્ય જગ્યા સુધી પહોંચાડે છે. તમે દિવસ દરમ્યાન કોઈપણ સમયે નવશેકું પાણી પી શકો છો, પરંતુ સવારે ઉઠીને તરત જ લેવાથી તમારા ગળા અને નાકને એકદમ સ્વચ્છ કરે છે.
➨ આયુર્વેદ આપણને એવી સલાહ આપે છે,દરરોજ સવારે સૌ પ્રથમ તાંબાના વાસણમાં રાખેલું અને ગરમ પાણી પીવું, જે કબજિયાતને દૂર કરે છે, લીવરને વધુ કાર્યરત રાખે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે,સાથે જ લોહીને શુદ્ધ બનાવે છે. શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે.
➠ ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને પીવામાં આવે તો તે શરીરની ચરબીને ઓગાળે છે,તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે.
➠ હુંફાળું પાણી લોહીનું પરિભ્રમણ સરળતાથી કરે છે, લોહીની નસના અવરોધોને દૂર કરીને બ્લડ પ્રેશરનું પણ નિયમન કરે છે. પેટનું તાપમાન ગરમ હોય છે ,અને જો તમે પાચન શક્તિ વધુ મજબૂત કરવા માંગતા હોવ તો ગરમ પાણી અથવા તો કોઈપણ ગરમ પીણું પીવાનું રાખવું જેથી તમારા ખોરાકને જલ્દીથી પાચન કરે શકે.
સવારે જ ઉઠીને નહિ પરંતુ ગરમ પાણી તમે દિવસ દરમ્યાન ગમે ત્યારે પી શકો છો. જે પેટ,ગાળું,નાક,મગજ ને રિફ્રેશ કરી તેમની કાર્યશક્તિને વધારે છે. ઉપરાંત ઠંડા પીણાંના અથવા ફ્રીઝમાં રાખેલા બેવરેજીસના બદલે ગરમ પીણાં લેવાની આદત રાખવાથી પણ તમારી તંદુરસ્તીમાં વધારો થશે.