આપણી રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીમાં ડુંગળી એટલે કે કાંદા એક અલગ જ સ્થાન ધરાવે છે. મોટાભાગે દરેક ગૃહિણી રસોઇમાં ડુંગળીનો ઉપયોગ કરતી જ હોય છે. ડુંગળી આપણી રસોઇમાં અલગ જ સ્વાદ તથા સુગંધનો ઉમેરો કરે છે. ગુલાબી અને સફેદ ડુંગળી જેટલી સરસ દેખાય છે તેના કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
તો ચાલો iGujju સાથે જાણીયે ડુંગળીના ઇતિહાસ અને ફાયદાઓ વિશે.
ડુંગળીનો ઇતિહાસઃ
વર્તમાન સમયમાં ડુંગળી દરેક દેશમાં જોવા મળે છે અને તે અનેક દેશોની રસોઇની ઓળખાણ બની ગઇ છે. જો તેના ઇતિહાસની વાત કરવામાં આવે તો તેની શરૂઆત ઇજિપ્તમાં થઇ હોવાનું માનવામાં આવે છે. અહિં ડુંગળીને ખાવાના ઉપયોગની સાથે સાથે રાજા-મહારાજા દ્વારા દેશની મુદ્રા માટે પણ ઉપયોગ કરવામાં આવતી હતી. રાજા દ્વારા પોતાના નોકર-ચાકરને ભેટમાં ડુંગળી આપવાની પરંપરા હતી. ત્યાર બાદ, આ રીતે ઉપયોગમાં રહેવાના કારણે તેણે એશિયા અને યૂરોપના દેશોમાં પ્રવેશ કર્યા બાદ સમગ્ર દુનિયામાં ડુંગળી ઉપલબ્ધ બની. આજે ચીન, ભારત, યુએસ. રશિયા અને સ્પેન ડુંગળીના સૌથી મોટા ઉત્પાદકના રૂપમાં આગળ આવ્યા છે. અહિં ડુંગળીનું ઉચ્પાદન અને ઉપયોગ બન્ને મહત્તમ પ્રમાણમાં કરવામાં આવે છે.
ડુંગળીના ઘટકોઃ
ડુંગળીમાં ઘણાં ઉપયોગી અને સ્વસ્થ્યવર્ધક ખનીજ તથા વિટામીન હોય છે. તેમાં સલ્ફરના યૌગિક, ફ્લેવોનોઈડ્સ તથા વિટામીન બી, વિટામીન સી, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ, તાંબુ, આયર્ન વગેરે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. કોઇપણ રૂપે ડુંગળી શરીર માટે ઘણા લાભ અપનારા પોશક તત્ત્વો ધરાવે છે.
ડુંગળીના ફાયદાઃ
રક્તચાપનું નિયંત્રણઃ
ડુંગળીમાં ક્રોમિયમ તત્ત્વ હોય છે, જે શરીરમાં રહેલ સાકરના સ્તરને ઓછુ કરે છે તેથી રક્તચાપ એટલે કે બલ્ડપ્રેશરને નિયંત્રિત કરે છે. ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઇ બ્લડ પ્રેશરની તકલીફમાં કાંદા ખાવા ની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત ઘણાં ફાયદા છે, જેવા કે…
- કોલેસ્ટ્રેલ ઓછું કરવામાં મદદ કરે છે.
- ચેપ લાગવાની શક્યતામાં ઘટાડો કરે છે.
- રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
- કેંસરથી બચાવે છે.
- અલ્સરથી પણ બચાવે છે.
- પાચન શક્તિમાં પણ સુધારો લાવે છે.
- આંખોમાં તાજગી આપે છે.
- ચામડીને ચમકીલી બનાવે છે.
- માસિક ધર્મમાં થતી તકલીફોમાં ઘટાડો કરે છે.
- સ્મરણશક્તિ વધારે છે.
- ડુંગળી રસોઇની રંગત, સ્વાદ અને પૌષ્ટિકતાને વધારે છે.