જે લોકોની સ્કિન ટાઈપ ઓઈલી તેઓ માટે સ્કિનની માવજત અને તેને લગતી સમસ્યાથી દૂર રાખવી ઘણી મુશ્કેલ છે. તેમાં પણચોમાસા દરમ્યાન ઓઈલી ત્વચા વધુ ધ્યાન અને માવજત માંગી લે છે. મોન્સૂન દરમ્યાન વાતાવરમાં ભેજનું પ્રમાણ વધી જવાથી સ્કિન પર પણ તેની અસર જોવા મળે છે, જેમકે અચાનક પિમ્પલ વધી જવા, ભેજના લીધે ચહેરા પર ઓઇલ વધી જવું, બ્લેક અને વાઈટ હેડ્સ વધી જવા વગેરે જેવી તકલીફ વધી જાય છે.
ચોમાસાની ઋતુમાં ઓઈલી સ્કિનની ખાસ માવજત માટે આપણે ઉપયોગી ટિપ્સ વિશે વાત કરીશુ જે ત્વચા હેલ્થી રાખવા મદદ કરશે. આપણને ભેજયુક્ત વાતાવરણમાં પણ ખુબસુરત અને સ્ટાઈલિશ રહેવા ઉપયોગી બનશે.
➔ જયારે પણ ચહેરો સાફ કરો, ત્યારે હુંફાળું પાણી ઉપયોગમાં લેવું. હુંફાળું પાણી ઉપયોગમાં લેવાથી ચહેરા પરથી વધારાનું ઓઇલ નીકળી જાય છે અને ત્વચા સ્વચ્છ બને છે. તેના લીધે પિમ્પલ થતા પણ અટકે છે. વધારાની ગંદકી ત્વચાથી દૂર રહે છે.
➔ જયારે પણ ત્વચા વધુ ઓઈલી લાગે ત્યારે કોટન બોલની મદદથી ગુલાબ જળ ચહેરા પર લગાવું જોઈએ. ગુલાબ જળ વધારાનું ઓઇલ દૂર કરવાની સાથે સાથે ત્વચા તરોતાજા બનાવશે. દિવસ દરમ્યાન 2 થી 3 વખત ગુલાબજળ લગાવી શકાય છે.
➔ જો વધુ ઓઈલી સ્કિન અને બ્લેક અને વાઈટ હેડ્સની પ્રોબ્લેમ રહેતી હોઈ ત્યારે, બેસ્ટ ઓપ્શન છે સ્ક્ર્બ. અઠવાડિયામાં એક અથવા બે વાર ત્વચાને માફક આવે તેવું જેન્ટલ સ્ક્ર્બ ઉપયોગમાં લઇ શકો છો. જે ઓઇલ દૂર અને બ્લેક હેડ્સ દૂર કરશે અને ત્વચા વધુ મુલાયમ બનાવશે. ટી ટ્રી ઓઇલ યુકત સ્ક્રબ ત્વચા માટે ઉત્તમ રહેશે.
➔ મહિનામાં એક અથવા બે વખત મડ ફેસ માસ્ક ઉપયોગમાં લેવો. જે ઓઈલી સ્કિન માટે પરફેક્ટ છે. મડ ફેસ માસ્ક ત્વચાને ઓઇલ ફ્રી રાખે છે, સાથે જ હાઇડ્રેટ અને લચીલી રાખે છે. ચહેરા પરની વધારાની ગરમી દૂર કરી સ્કિનને ઠંડક પ્રદાન કરે છે. ત્વચાના છિદ્રો ખુલતા અટકાવે છે.
➔ ઓઇલ ફ્રી મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો. મહિનામાં એક વખત ઓઇલ કંટ્રોલ ફેસિયલ જરૂર કરવું. જે ત્વચાને ઓઇલ ફ્રી રહેવામાં મદદ કરે છે અને પિમ્પલ પણ અટકાવશે સાથે જ નિયમિત દિવસમાં બે વાર ફેસવોશ કરવું.
ભેજયુકત વાતાવરણમાં ઓઈલી સ્કિન માટે ઉપરોક્ત દરેક ટિપ્સ આપણું સૌંદર્ય જાળવવા ઉપયોગી બનશે.


















































