iGujju રિસર્ચ મુજબ બદલાતી સીઝન માં ત્વચાનું રક્ષણ કરવું જરૂરી છે, અને તેના માટે દરેક ઋતુ અનુસાર ત્વચાને ખાસ કાળજી લેવી જરૂરી છે. જયારે સીઝન બદલાય છે ત્યારે ત્વચા પણ વધુ કેર માંગીલે છે. જયારે ઋતુ બદલાય ત્યારે હવામાં પણ પરિવર્તન આવે છે, જો યોગ્ય કાળજી લેવાય નહિ તો ત્વચા પર તેની ખરાબ અસર પડે છે. તેની ખરાબ અસરથી બચવા આપણે અમુક ફેરફાર કરવા જરૂરી છે. જેની ચર્ચા નીચે કરીશુ.
જેમકે જયારે ચોમાસુ શરૂ થાય છે ત્યારે હવામાં ભેજ વધુ જોવા મળે છે, તેવી જ રીતે, ગરમીમાં ત્વચા ઓઈલી વધુ થાય છે અને ઠંડીમાં ત્વચા એકદમ શુષ્ક થાય છે. આપણે ત્વચા માટે મુખ્યત્વે થતા ફેરફાર વિશે વાત કરીશુ.
➤ તમારું મોઇશ્ચરાઇઝર બદલવું અનિવાર્ય છે. જો તમારી ત્વચા વધુ ઓઈલી રહે છે તો તમે તેના અનુરૂપ મોઇશ્ચરાઇઝર લેવાનું રાખશો. ક્યારે બોડી લોશન વાપરવું અને ક્યારે ક્રીમનો ઉપયોગ કરવો તે જાણવું પણ જરૂરી છે, જો તમારી ત્વચા વધુ ઓઈલી રહેતી હોય તો ક્રીમનો ઉપયોગ કરવો નહિ, પરંતુ જો ડ્રાયસ્કિન રહે છે તો લોશનના બદલે ક્રીમ વાપરવું. જે તમારી ત્વચા પર નિર્ભર કરે છે.
➤ બને તેટલું વધુ પાણી પીવાનું રાખો. તમારી ત્વચાને સતત હાઇડ્રેટ રાખવી જરૂરી છે. તે ત્વચાનો વધારાનો કચરો અને ઝેરીતત્વો દૂર કરે છે. ઋતુ બદલવાથી થતા ત્વચાને લગતા ઇન્ફેકશન રોકે છે. ત્વચાને હેલ્થી રાખે છે.
➤ પૂરતી ઊંઘ અને આરામ કરવો પણ સાથે તેટલો જ જરૂરી છે. અમુક સમયાંતરે હર્બલ ફેશ્યિલ પણ કરી શકો. ફેસ માસ્ક અને સ્ક્રબ ત્વચાની ડેડ સ્કિન દૂર કરે છે. ઋતુ બદલતા આપણે સનક્રીમ પણ બદલવું જરૂરી છે.
ઉપરોક્ત આપણે જે ફેરફાર વિશે વાત કરી તે ત્વચા માટે પ્રાથમિક અને આવશ્યક હતી, તે ઉપરાંત તમારી લાઈફ સ્ટાઇલ, તમારો ખોરાક, સ્ટ્રેસ લેવલ વગેરે પણ તેટલી જ અસર કરે છે. તેની તકેદારી આપણે રાખવી જરૂરી છે.