મહાદેવ
શ્રી મહાદેવ
ૐ કાર મહાદેવ
તારણહાર મહાદેવ
શુભ કરનારા મહાદેવ
ત્રિનેત્ર ધરાવતા મહાદેવ
દુઃખ કષ્ટ હરનારા મહાદેવ
દેવો ના દેવ કહેવાતા મહાદેવ
રુદ્ર-સૌમ્ય રૂપ ધરાવતા મહાદેવ
શિવલીંગના સ્વરૂપે પૂજાતા મહાદેવ
સૌની મનોકામનાને પૂર્ણ કરતા મહાદેવ
ૐ ના ઉચ્ચારણ થી પ્રસન્ન થતાં મહાદેવ
ભોળા શંકર ને શિવ શંભુ કહેવાતા મહાદેવ
બાર જ્યોતિર્લિંગોમાં સ્વયંભુ પ્રગટ્યા મહાદેવ
કામ, ક્રોધ, માયા અને મોહને દૂર કરનાર મહાદેવ
સર્પ, ત્રિશુલ, ડમરું ને રુદ્રાક્ષ ધારણ કરનાર મહાદેવ
અમૃત આપી વિષને કંઠમાં ધારણ કરતા નીલકંઠ મહાદેવ
જેમના દર્શન ને જાપ માત્રથી પાપી પાવન થાય તેઓ મહાદેવ
જાગૃતિ તન્ના “જાનકી”