એવું કહેવાય છે મોર્નિંગ બ્રેકફાસ્ટ આપણા માટે ખુબજ અગત્યનો છે. દિવસ દરમ્યાન શરીરને જરૂરી એનર્જી સવારનો નાસ્તો પુરી પાડે છે. સવારના હેલ્ધી બ્રેકફાસ્ટમાં જો હેલ્થી જ્યુસનો ઉમેરો કરીએ તો આપણા શરીરને જરૂરી દરેક પોષકતત્વો મળી રહેશે. આજે iGujju ઉપર આપણે અનેક ફાયદા ધરાવતા પૌષ્ટિક જ્યુસ વિશે વાત કરીશુ.
મિન્ટી એપલ વેજી જ્યુસ:
તેને બનાવવા માટે ૧૦ થી ૧૫ મિન્ટના પાન, એક સફરજન અને એક બીટ અને ૨ થી ૩ ગાજર.
બનવવાની રીત: સૌ પ્રથમ દરેક સામગ્રીને પાણીથી સ્વચ્છ કરી, સફરજન અને બીટ, ગાજરના નાના ટુકડા કરી જ્યુસરમાં રાખો અને તેમાં મિન્ટ પાન ઉમેરી તેનો જ્યુસ તૈયાર કરો. તે અનેક વિટામિનથી ભરપૂર છે અને ઝીરો કોલેસ્ટ્રોલ ધરાવે છે. આ જ્યુસમાં નારંગી પણ ઉમેરી શકો છો.
ટેન્ગી ટોમેટો કેરોટ જ્યુસ:
ફ્રેશ ટામેટાં ૩ થી ૪ નંગ અને ૨ ગાજર, લીંબુ ૧ નંગ અને મરી પાવડર.
બનાવવાની રીત: સૌ પ્રથમ ટામેટા અને ગાજરને વ્યવસ્થિત કાપી લો અને તેના પર લીંબુનો રસ છાંટી તેને જ્યુસર જાર રાખી જ્યુસ તૈયાર કરો ત્યારબાદ એક ગ્લાસમાં રાખી ઉપરથી હાફ સ્પૂન મરી પાવડર ઉમેરો. વિટામિન-A અને વિટામિન-C થી ભરપૂર સાથે જ કેલ્શિયમ અને પોટેશિયમ ધરાવે છે અને તે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
ગ્રીન વેજિટેબલે જ્યુસ:
તે બનાવવા માટે કાકડી ૧ થી ૨ નંગ, કોથમીરની ૮ થી ૧૦ બ્રાન્ચ, દૂધી હાફ નંગ સ્વાદ મુજબ મીઠું અને લીંબુ.
બનાવવા ની રીત: દરેક શાકભાજી પાણીથી એકદમ સાફ કરી દૂધી અને કાકડીના કટકા કરી તેમાં કોથમીર ઉમેરી તેનો જ્યુસ બનાવી લો ત્યારબાદ તેમાં લીંબુ રસ અને મીઠું ઉમેરી લો. ફાઇબર અને વિટામિન, મિનરલ્સ યુક્ત આ જ્યુસ શરીરને ઠંડક અને એનેર્જી પુરી પાડે છે.
ઉપરોક્ત દરેક જ્યુસ શરીરને આવશ્યક વિટામિન આપવાની સાથોસાથ દિવસ દરમ્યાન જરૂર પડતી એનર્જી પણ પુરી પાડે છે.


















































