નીશું, જુઓ તો દાદા કંઇક કહેવાં માંગે છે,
ખૂરશી પર બેસીને ચોપડી વાંચતી નીશાં ઝટપટ ઉભી થઇને એના દાદા પાસે પહોંચે છે.
અર્જુનની એ લાડકી પોતી હતી.
બોલો દાદા,શું કહેવાં માંગો છો?
બેડ પર સુતાં સુંતાં અર્જુન નાની ડાયરીનાં એક પાનાંમાં કંઇક લખીને પોતાની પોતી નીંશુંને વાંચવા આપે છે..
જિંદગીના પાછલા વરસોમાં કેટલાય મુશાયરા અને ખાનગી પ્રસંગોમાં પોતાની ગઝલ અને કવિતાઓનું પોતાના બુલંદ અવાજમાં પઠન કરીને સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી દેનાર અજુર્ન પરમારની બિમારી અને લકવાની અસરના કારણે વાંચા સુધ્ધા હણાય ગઇ હતી..જેના અવાજ હોલમાં પડધો થઇ ચારે તરફ અથડાયને તરંગો પેદા કરતો હતો..એ અવાજનો માલિક હોસ્પીટલના એક નાના રૂમમાં મૌન ભાવે પુતળુ બનીને બિછાને પડયો હતો..
સામેની ખૂરસી પર બેસેલાં અર્જુનના પત્ની મીરાંનેં સંબોધીને નીશું કહે છે,”દાદી,દાદા કહે છે,કે નયનાદાદીને હમણા જ અહિંયા બોલાવો.”
મીરાં ઉભી થઇને અર્જુન પાસે પહોંચીને બેડ પર સુતેલા અર્જુનની બંધ આંખોમાં એની સાથે ગુજારેલા સહજીવનનાં પાંચ દાયકા ઉપરનાં હિસ્સામાં પોતાની બાદબાકી થયેલા હિસ્સાનાં એક કિસ્સાને વાંચવાં પ્રયાસ કરે છે.
અચાનક અર્જુનની આંખ ખૂલે છે,અને મીરાંને સામે ઉભેલી જોઇને ચહેરા પર એક પરિચિત હાસ્ય આવી જાય છે.
મીરાં અર્જુનનો હાથ હાથમાં લઇને નીંશુંને મોબાઇલ પરથી નયનાદાદીને ઘરે ફોન કરવાંનું કહે છે.
નીશું એ ફોન લગાડીને એનાં દાદી મીરાનાં હાથમાં મોબાઇલ આપ્યો.હળવા હાથે મીરાં ફોન કાને લગાડીને વાતની શરૂઆત કરે છે.
‘નયનાબેન,એ તમને અત્યારે અહિંયા હોસ્પીટલ બોલાવે છે,આપ કહો તો,અંશુલને કાર લઇને તેડવા મોકલું.”
મીરાં થોડા ઉતાવળા અવાજમાં વાત આગળ વધારતા કહે છે,”તમે જલ્દી અહિં આવી જાવ,હું અંશુલને લેવા મોકલું છું.”
નયનાનો જવાબ આવે છે,કોઇ જરૂર નથી,અમારા ડ્રાઇવર હાજર છે,હું હમણા જ નીકળૂં છું.”
થોડી વાર પછી નયના શાહનું આગમન થાઇ છે.૭૫ વર્ષની ઉમરે પણ ટટાર ચાલ,બધા વાળ સફેદ થઇ ગયાં હતાં,યુવાનીમાં ઘાટા વાળ હતાં,એમાં થોડો ઘટાડા દેખાતો હતો.
સીધી મીરાં પાસે જઇને એનો હાથ હાથમાં લઇને દબાવ્યો અને નીશુંએ એક ખૂરશી અર્જુનનાં બેડની બાજુમાં રાખી દીધી.
એ ખુરશી પર નયના બેસી ગઇ અને આંખો બંધ કરીને સુતેલા અર્જુન પર એક નજર નાંખી,આ એ જ અર્જુન પરમાર છે,જેને મારા પર અંસખ્ય કવિતાઓ,ગઝલ લખી છે,આ એ જ અર્જુન છે,જેને મને દિલફાડીને પ્રેમ કર્યો છે આજે એની જિંદગીનો અંત આવવાની તૈયારી છે?આ એ જ અર્જુન પરમાર જેની એક અલગ ખૂમારી હતી,એ જ ખુમારી મારી સામે એની નિર્દોષ લાગણી બની જતી હતી.આ એ જ અર્જુન છે જેનો રોફ અને દમામ અને એની છટાથી સંસર્ગમા આવનારી મોટાભાગની સ્ત્રીઓના દિલ જીતી લેતો..અને આ એ જ અર્જુન છે જેને નયનાની ખાતર મીરા સિવાય એક પણ સ્ત્રીને જિંદગીમાં નજીક આવવાનો મોકો ના અપ્યો…..આ જ છે મારો અર્જુન….જે આજે મને છૉડીને જવાની તૈયારી કરી રહ્યો છે…
નયનાની બુઢી આંખોમાં એની ચાલીસ વર્ષની ઉમરમાં એક અલ્લડ યુવતી બનાવનાર,એ અર્જુન પરમારની ગઝલો અને દિલફાડી પ્રેમ કરનાર એનો પ્રેમી અર્જુનનાં જુદા જુદા ફોટાઓ યાદ આવી ગયાં
નયનાનીઆંખોમાં એક અનેરી યુવાનીની ઝલક ચમકી ગઇ અને સાથોસાથ બંને આંખોની ભીનાશે ઝટપટ એ ઝલકને છુપાવી દીધી.
નયનાએ અર્જુન હાથમાં એનાં હાથમાં લઇને હળવેથી જગાડવાની કોશિશ કરી,’અર્જુન,જરાં આખો ખોલો તો.”
નયનાનાં શબ્દો પુરા થાઇ એ પહેલાં જ નયનાનાં હાથનાં સ્પર્શના કારણે અર્જુનની આંખો ખુલી ગઇ.મીરાં સામે જોઇને એક ચમકદાર હાસ્ય નીકળી પડયું.
બાજુમાં પડેલી ડાયરી લઇને નયનાને કંઇક લખીને આપ્યું
‘દેવી,આજે પણ એવી ને એવી લાગે છે,જ્યારે તું મને પહેલીવાર મળી હતી’.
“અર્જુન,હજું પણ તું એવો ને એવો જ છે.”આટલું બોલતાની સાથે નયનાની આંખોમાં આંસુનો ધોધ છુટી પડયો.એ જોઇને મીરા એની બાજુમાં જઇને ઉભા રહીને નયનાને પોતાની છાંતી સરસી દાબી દીધી.
નયના અને મીરાંને જોઇને અર્જુનની આંખો બંનેં આંખોમાં ના સમજાઇ એવો ભાવ દેખાતો હતો.સાત દાયકા વટાવી ગયેલી બનેં સ્ત્રીઓનાં ગાઢ સખીપણાંની સમજણની ભીતર ઘણા રહસ્યો દબાઇ ગયાં હતાં.
આઠમાં દાયકે પહોંચી ગયેલા અર્જુનનાં જિંદગીમાં બે અડધાં હિસ્સાને આ રીતે જોડાયેલા જોઇને અર્જુનને કલેજે થંડક થઇ હોય એવું લાગ્યું
અજુનનો હાથ ઉચકાયો અને બંને સ્ત્રીને જાણે બોલાવતો હોય એવો ઇશારો કર્યો.
બંને સ્ત્રીઓ અર્જુનનાં બેડ પર બેસીને અર્જુનની સામે જોવાં લાગી,અને એક બીજા સામે કશી ફરિયાદ ન હોય એ રીતે બંનેએ આંખો મેળવીને ઢાળી દીધી.
અર્જુને ફરી ડાયરી લઇને નયનાંને કંઇક લખીને આપ્યું.એટલે નયનાંએ ડાયરીનો કાગળ ફાડીને પોતાની પાસે રાખી લીધો.
નયના ઉભી થવા જતી હતી તો અર્જુને એનો હાથ પકડીને બેસવાનું કહયું,સાત દાયકાં વટાવી ગયેલી નયનાંનો હાથ અર્જુનનાં હાથમા હોવાથી કંઇક ન સમજાય એવું કશું અનૂભવતી હતી.
નયનાંનો હાથ પોતાનાં ડાબાં હાથથી પકડી રાખી અને અર્જુન પડખું ફરે છે અને પોતાનો જમણાં હાથને લંબાવીને મીરાંનાં ડાબ હાથનાં પંજાને પકડીને જોરથી દબાવે છે.અને ડાબા હાથથી નયનાંના હાથનાં પાને જોરથી દબાવે છે.થોડીવાર સુધી અર્જુનના હાથનું દબાણ આ બંને સ્ત્રી અનુભવે છે અને અચાનક ઘીરે ઘીરે અર્જુનના હાથની પક્કડ ઢીલી થતી જાય છે.
જાણે બંને સ્ત્રીઓ અચાનક તંદ્રાંવસ્થામાંથી બહાર આવી હોય એ રીતે ઉભી થઇને અર્જુનની અંખોની નજીક જોઇને એની આંખોમાં જોવાની કોશિશ કરે છે.
બંને સ્ત્રીઓનાં હાથ અર્જુનનાં હાથમાં અને અર્જુનને બંને સ્ત્રીઓનાં હાથ પોતાની છાતી સરસા દાબી દીધાં
થોડી પંળ વીતી હશે ત્યાં બંને સ્ત્રીઓનાં મોઢાંમાંથી ચીસ નીકળી ગઇ.”અરરરરજુન”
બંને સ્ત્રીઓનાં આંક્રદથી હોસ્પીટલનો સ્પેશિયલ રૂમ પણ રડી પડયો.લાડકી નીંશું દાદાનાં પગને વળગીને,ના,દાદા,મને મુકીને તમે નહી જઇ શકો.મારા દાદું…તમારી લાડકી નીશુંનાં લગ્નમાં ડાન્સ કરવાનું વચન તોડીને આમ ચાલ્યાં જાવ એ નહી ચાલે”…
આટલુ બોલીને નીશું એના દાદાનાં પગ પર જ ઢળી પડી.
પૌત્ર અંશુલ એનાં પપ્પાને ફોન પર હોસ્પીટલ જલ્દી આવો કહીને અન્ય ખાસ લોકો અને એના ગ્રેટ દાદુએ આજે દુનિયા છોડી દીધી છે એ સમાચાર આપ્યા..
અજુનનાં ડાયરી વચ્ચેથી એક ચબરખી નીકળી પડે છે.મીરાં એ ઉઠાવી અને વાંચી અને નયનાંનાં હાથમાં આપી.એમાં લખ્યું હતું
બધા ઉઠાડે, તોય ના ઉઠું, એવી સવાર હશે.
મારું આ “આવજો”, શું આખરી જુઆર હશે?
બોર એંઠા કરી કરીને, બધાય થાકી ગયા
રામ, તારે આવવાને, હજી કેટલી વાર હશે?
મીરા અને નયનાં બંને પોતાનાં હાથને અર્જુનનાં હાથમાં છોડાવા માટે બળ કરે છે.મીરાંનો હાથ પહેલા હાથ છુટ્યો અને નયનાંનાં હાથમાંની એક આંગળીની વિંટી અર્જુનનાં હાથમાં રહી ગઇ,મીરાંએ અર્જુનની બંધ મુઠીમાં એ વિંટી બહાર કાઢી અને એ વિંટી સામે જોવા લાગી.
આજથી બરાબર ચોત્રીસ વર્ષ પહેલા પોતાનાં જન્મદિન પર અર્જુને એ વિંટી ભેટમાં આપેલી
હતી.એ જ સફેદ હીરો આજે પણ એવો જ ચમકતો હતો જ્યારે અર્જુનની આંખોમાં એ ભેટ આપતી વખતે જે ચમક હતી
કોઇની નજર ન પડે એમ પાર્ટીમાં અચાનક અર્જુનને એનો હાથ હાથમાં લઇને એ વિંટી પહેરાવી દીધી હતી.અને એટલા વર્ષોથી આ વિંટી અને બીજી એક વિંટીને એનાં હાથની આગળીથી અળગી નથી કરી..
અર્જુન અને નયના..આમ તો પારિવારિક મિત્રો હતા…પણ સમાન શોખ અને રૂચીના કારણે સંબંધોમાં લાગણીનો પ્રવાહ બને બાજુથી ધસમસતો એક બીજા સાથે ભળી જાતો હતો..ચાલીસ ચાલીસ વર્ષ સુધી અવાર નવાર મળતા રહેતા અર્જુન અને નયનાએ સામાજિક હદ તોડ્યા વિના તદન નિરહેતુક અને અશરિરીભાવથી એક બીજાને દિલફાડીને પ્રેમ કર્યો છે…પોતાની લાગણીઓને જતાવા માટે અર્જુન કે નયનાને કદી શરીરનું માધ્યમ નહોતું બનાવ્યુ…શબ્દો અને સંવેદના દ્રારા બંને એ પોતાના પ્રેમનું એક પોતિકુ વિશ્વ બનાવ્યુ હતુ…અને આ વિશ્વ પર રાજ કરનારા માત્ર બે જ જણ હતા અર્જુન અને નયના એક રાજા અને રાણીની જેમ આ પોતિકા વિશ્વ પર રાજ કરતા રહ્યા..આજે રાજાની વિદાયની ધડી આવી પહોચી હતી..
અત્યાર સુધી અર્જુનના પ્રેમના કારણે હમેશાં ચહેરા પર સ્મિત અને મજબૂત મનોબળ રાખનારી અંદરથી સંપુર્ણપણે વિખેરાય ગઇ હતી….જે માનસિક આધાર એના જીવનની દરેક પળમા ટેકા રૂપ હતો એ ટેકો આજે ખસી જવાની તૈયારીમાં હતો…અને નયનાને ટેકો ખસતા નીચે પડવાનુ નક્કી હતું.છતા પણ મીરાને ટેકો મળે એ આશયથી એને મન અને હ્રદયને સાબુત બનાવી રાખ્યુ હતું..
એને આજે ખબર હતી…અર્જુનની વિદાય બાદ ઘરે પહોચીને પથારીમા પડતાની સાથે ચાદરની પડતી કરચલીની જેમ અસ્તવ્યસ્ત થઇ જવાનુ છે…માનસિક રીતે વિધવાપણા ભોગવવાની ભ્રાંતી નયનાના મગજમા સુનામીની જેમ અથડાતી હતી..
હોસ્પીટલની બધી વિધિ પુરી થયાં પછી અર્જુન પરમારનાં શબને એમ્બુલન્સમાં મુકવા આવે છે અને એ એમ્બયુલન્સ પાછળ નયનાશાહની કાર અર્જુનના ઘરે જવાં નીકળે છે.
રસ્તામાં પેલી ડાયરીનું પાનું કાઢીને નયનાએ પાનાંમાં અર્જુને શું લખ્યું છે વાંચવાં પોતાનાં ચશ્માની નજીક આ ડાયરી પાના લાવે છે.
એમાં લખ્યું હતું-વ્હાલી ગ્રેસ,તારા પહેલા સ્વર્ગમાં પહોંચીને હું તારા સ્વાગતની મારે તૈયારી કરવાની છે,એટલે હું તને એકલી મુકીને રવાનાં થાંઉં છું,રડતી નહી મીઠું!જલ્દીથી આપણે ઉપર ફરી મળીશું
લિ
તારો અર્જુન
લેખક-
નરેશ કે.ડૉડીયા
Related