વધતી ઉમરની સાથે આપણે બધાએ ખીલ (પિમ્પલ) નામની તકલીફનો સામનો કર્યો જ હશે. થોડા સમય બાદ ખીલ જાતે જ ચહેરા પરથી દુર થઇ જાય છે. ઘણા લોકોને આખી જીંદગી ખીલની સમસ્યા સતાવે છે. પિમ્પલ તમારી ચહેરાની સુંદરતાને પણ ઓછી કરે છે. પિમ્પલથી છુટકારો પામવા માટે ઘણા લોકો ડોક્ટર અને દવાઓનો સહારો પણ લે છે. અમે તમને એવા ઘરેલૂ નુસ્ખા કહીશું જેના દ્વારા તમે આસાનીથી પિમ્પલ નામની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.
- બરફના ટુકડાઓને ચહેરા પર ઘસવાથી વધારાનું ઓઇલ દુર થઇ જાય છે, જેથી પિમ્પલ થવાની સંભાવના ઓછી થઇ જાય છે. ડેડ સ્કીન પણ હટી જાય છે.
- અડધી ચમચી પાણીમાં ચપટી બેકિંગ સોડા નાંખીને પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને પિમ્પલ પર લગાવી દો. 5 મિનીટ બાદ તેને ધોઇ નાંખો. આવું કરવાથી જલ્દી જ પિમ્પલ મટી જાય છે.
- મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પિમ્પલ પર લગાવો. જેનાથી ખીલ સુકાઇ જશે.
- સીંધવ મીઠુ પણ પિમ્પલ માટે રામબાણ ઇલાજ છે. સીંધવ મિઠાને ગુલાબજળ સાથે મિક્સ કરીને પિમ્પલ પર લગાવી લો. બાદમાં પાણીથી ધોઇ નાંખો.
- કાચૂ દુધ પણ પિમ્પલ માટે અક્સીર ઇલાજ છે. કાચા દુધને પિમ્પલ પર લગાવી લો અને 10 મિનીટ રહેવા દો. બાદમાં તેને ઠંડા પાણીથી ધોઇ લો. આવું કરવાથી પિમ્પલની સમસ્યામાંથી છુટકારો મળશે.
- હળદર સદીઓથી સુંદરતા વધારવા માટે વાપરવામાં આવે છે. હળદરમાં ગુલાબજળ મિક્સ કરીને પિમ્પલ પર લગાવવાથી ફાયદો થાય છે.
તમને પણ જો ચહેરા પર પિમ્પલ થયા છે તો ડોક્ટરને બતાવીને દવા લીધા કરતા આ ઘરેલૂ ઉપચાર અપનાવવો જોઇએ.