કોઈ દંપતિ શીશુને ઝંખે, કોઈ શીશુ પરિવાર,
વિધાતાના વિધાનને પણ કર્મનો રહે આધાર.
કોઈ છપ્પન ભોગ વખોડે, કયાક થાય ઉપવાસ,
કોઈના રહે બંગલા ખાલી, કોઈ તરસે આવાસ.
કોઈ પર પ્રેમ અઢળક વરસે, કોઈ બે બૂંદને તરસે,
કોઈ આંખમાં નમી ન વરસે, કોઈ હોઠ હસીને તરસે.
કોઈ નવયુવાન અધુરા સફરે વહોરે ચિર વિદાય,
બીમાર ,અશક્ત અને વૃધ્ધ તરસે અંતિમ વિદાય.
આમ, જીવન કર્મના લેખા જોખાનો છે ખેલ,
એમાં વિધાતા પણ ન પાડી શકે કોઈ જ ખલેલ.
જાગૃતિ કૈલા


















































