વડીલો દ્વારા કહેવામાં આવે છે કે જે ઘરમાં પુસ્તક ના હોય તે ઘરમાં છોકરી ના અપાય, આ લોકોક્તિ પુસ્તકનું મહત્વ સમજાવી જાય છે. અમદાવાદમાં જી ટી યુ ના પ્રોફેસર અને પુસ્તક પ્રેમી શ્રી અજય ઉષા તરૂણ શાહ દ્વારા એક નવા અને અલગ પ્રકારના ઇનિશિયેઈવની શરૂઆત કરવામાં આવી છે, આ ઇનિશિયેટીવ હેઠળ તેઓ એક વ્યક્તિને પુસ્તક ભેટમાં આપી વાંચવા પ્રેરશે અને તે વ્યક્તિ બીજા બે વ્યક્તિની પુસ્તક ભેટ આપી અને વાંચન કરવાની પ્રેરણા આપશે, આ રીતે આ પુસ્તકના સરવાળાની શૃંખલા લંબાતી જાય છે અને વધુ ને વધુ લોકોને તેમના ખરા મિત્ર એટલે કે પુસ્તક જોડે પરિચય કરાવે છે.અત્યાર સુધી તેઓએ 50 થી વધુ પુસ્તકો આપી ને આવી શૃંખલા શરુ કરી દીધી છે જે હજ્જારો લોકો સુધી પુસ્તકને અને વાંચનને પહોંચાડશે
iGujju આવા સાહસવીરો અને સામાજિક ઇનિશિયેઈવને સાકાર કરનારા યુવાઓને સલામ કરે છે અને અન્ય યુવાનોને તેમાંથી પ્રેરણા લઇ અને આવા ઇનિશિએટિવને આગળ વધારવા અપીલ કરે છે.
પ્રો. અજય ઉષા તરૂણ શાહ આ સંપૂર્ણ એક્ટિવિટી ઓન લાઈન ફેસબુક ઉપર ચલાવે છે અને આપ પણ તેમાં જોડાઈ અને તેને લાઈક કે શેર કરી અને તેઓના આ સત્કાર્યમાં ભાગીદારી નોંધાવી શકો છો. ફેસબુક ઉપર “બુક ઈઝ માય ટ્રુ ફ્રેન્ડ” તરીકે તેઓનું પેજ પ્રચલિત છે અને અહીંયા તમે આ લિંક ઉપર ક્લિક કરી અને ત્યાં જોડાઈ શકો છો : https://www.facebook.com/bookismytruefriend/


















































