અત્યારે કોરોનાની જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં લઈને તેને કાબૂમાં લેવા આપણી સરકાર દ્વારા નિરંતર પ્રયાસો ચાલી રહ્યાં છે. લોકડાઉન પણ તેનો જ એક ભાગ છે, જેમાં સૌએ “વર્ક ફ્રોમ હોમ”નો કન્સેપ્ટ અનુસરવાનો છે.
આદિત શાહ, હાર્ટ ઓફ લિટરેચરના ફાઉન્ડર હાલ ઘરેથી તેમના 46 નવોદિત લેખકમિત્રો અને કવિમિત્રોની સમગ્ર ટીમ સાથે સમય વિતાવી રહ્યાં છે. રોજેરોજનું નવું કન્ટેન્ટ તેમના તમામ વાચક મિત્રો સાથે શેર કરવું અને “ધ મોસ્ટ અમેઝિંગ ઓથર – 2020” કોન્ટેસ્ટ એ તેમના રોજિંદા કાર્યની પ્રાથમિકતા છે. હાલ આ સિવાય તેઓ મુંબઈના એક લેખિકા ચેતના ભાટિયાના આવનાર હિંદી સાહિત્યસંગ્રહ “મેઘધનુષ”, રશિયા સ્થિત ભારતીય લેખક ધ્રુવ પટેલના પ્રથમ પુસ્તક “ગઝલ સરગમ”, મૂળ ભાવનગરના અને હાલ ગાંધીનગર સ્થિત “હાર્દિક મકવાણા”ના એક ગઝલ સંગ્રહ અને પોતાની ત્રીજી નવલિકા પર કાર્ય કરી રહ્યાં છે. તેમનો એજન્ડા મેઘધનુષ અને ગઝલ સરગમને મે મહિનાના પહેલા ક્વાર્ટરમાં લોન્ચ કરવાનો છે. હાર્દિક મકવાણાનો ગઝલ સંગ્રહ જૂન અને તેમની નવલિકા ડિસેમ્બરની આસપાસ લોન્ચ થાય તેવી સંભાવનાઓ છે.
આદિત શાહ માને છે કે લગભગ દરેક પુરુષ કોઈને કોઈ વ્યવસાય સાથે સંકળાયેલ હોય છે, જેમાં વ્યસ્તતાને લીધે તે પોતાના પરિવારને સમય નથી આપી શકતો. ક્વોરન્ટાઈન પિરિયડ એ જ સમયગાળો છે જે આપને આપના પરિવાર સાથે નિકટતાથી રહેવાની તક પૂરી પાડે છે. તેઓ આપ સૌ વાચકમિત્રોને પોતાના ઘરે જ રહીને કાર્ય કરવા અને સરકાર દ્વારા ચલાવાતી આ ઝુંબેશને સહકાર આપવા આપ સૌને અપીલ કરે છે.


















































