અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને જેટલી મગજમારી આ વખતે થઈ રહી છે, તે કદાચ જ અમેરિકાના ઈતિહાસમાં થઈ હશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટ જો બાઈડનની જીત સ્વીકાર કરવા પહેલેથી જ તૈયાર ન હતા પરંતુ કદાચ જ કોઈને અંદાજો પણ નહીં હતો કે હાલત આટલા બગડી જશે. ટ્રમ્પ સમર્થક બુધવારના રોજ સંસદ કેપિટલમાં ઘુસી ગયા હતા, હિંસા થઈ અને એકની જાન પણ ગઈ હતી.
ઈતિહાસકાર કહે છે કે દેશની સંસદે આવું ઓછામાં ઓછું 200 વર્ષમાં પહેલી વખત જોયું છે. આ ઘટના એટલી ગંભીર છે કે રિપબ્લિકન નેતા લોકતંત્ર પર થયેલા આ હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પને બહાર કરવાની માંગણી કરી રહ્યા છે. આ પહેલા 1812માં વિશ્વયુદ્ધ વખતે પહેલી વખત યુએસ કેપિટલમાં અંગ્રેજોએ હુમલો કર્યો હતો.
આ ઘટનામાં 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હિંસામાં રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કર્ફ્યુની વચ્ચે વાતાવરણ હજુ પણ તનાવપૂર્ણ બનેલું જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો યુએસ કેપિટલમાં ઘુસીને ગોળીબાર કર્યો હતો, જેના પછી ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી અને આ ઘટનાએ હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોલીસના કહેવા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રસાયણોનો ઉપયોગ કર્યો જેથી સંસદ ભવન પર કબ્જો કરવામાં આવી શકે.
જોકે મોટી સંખ્યામાં પોલીસ બળ પહોંચી જતા તેઓ ભાગી નીકળ્યા હતા. તમે છત્તાં યુએસ કેપિટલની આગળ જમા થયેલી ભીડ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કરી રહી હતી અને તેમને ત્યાંથી હટાવવા માટે પોલીસે ગોળી ચલાવવી પડી હતી. જે એક મહિલાને વાગતા તેનું મોત થયું હતું. આ ઘટના પછી ડીસીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો છત્તાં ટ્રમ્પ સમર્થકો કર્ફ્યુનું ઉલ્લંઘન કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પોલીસને આ ઘટના દરમિયાન બે પાઈપ બોમ્બ પણ મળી આવ્યા છે. આ વચ્ચે અમેરિકન સંસદે એરિઝોનામાં બાઈડનની જીત પર ટ્રમ્પ તરફથી કરવામાં આવેલી આપત્તિઓને ખારીજ કરી દીધી છે અને ચૂંટણીના પરિણામને બરકરાર રાખ્યા છે. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કેપિટલ હિસ પરિસરમાં કરવામાં આવેલી હિંસા પછી અમેરિકાની પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પની ચીફ ઓફ સ્ટાફ સ્ટીફની ગ્રીસમ, વ્હાઈટ હાઉસની વાઈસ પ્રેસ સચિવ સારા મેથ્યુઝે રાજીનામું આપી દીધું છે.


















































