આપણા વાળની માવજત આપણા હાથમાં રહેલી છે. વાળને અસરકર્તા પરિબળો જેવા કે શેમ્પુ, કન્ડિશનર અને હેરઓઇલ વાળના વિકાસ માટે ખાસ જરૂરી તત્વો છે. આપણે હોટ ઓઇલ થેરાપી વિશે વાત કરીશુ જેની મદદથી વાળ અનેક ફાયદા પ્રાપ્ત કરી શકે છે. જે ખુબજ સરળ અને અસરકાર છે. બસ જરૂર છે સાચી રીત અનુસરવાની.
તમે કોકોનેટ ઓઇલ અને તેમાં ૫ થી ૧૦ ટીપા કેસ્ટર ઓઇલ (દિવેલ) ઉમેરી તે હુંફાળું રહે તેટલું ગરમ કરી રાખવું, ત્યારબાદ માથામાં તેનાથી મસાજ કરવો. જેઓને ડેન્ડ્રફની સમસ્યા રહેતી હોય તેમણે આખી રાત તેલ રાખવાના બદલે હેર વોશ કરો તેની કલાક પેહલા મસાજ લેવો.
- વાળનો ગ્રોથ વધે છે: જો તમે કામ કરી ખુબ થાક્યા હોય અને આરામ મેળવવા માંગતા હોય ત્યારે કોકોનેટ ઓઇલ અને કેસ્ટર ઓઇલ મિક્સ કરી તેલ ગરમ કરી વાળમાં મસાજ કરવો. તેનાથી તમારો થાક દૂર થાય છે અને લોહી પરિભ્રમણ વધે છે અને હેર ગ્રોથ વધે છે, સાથે જ તમને ઊંઘ પણ સારી મળશે.
- વાળને પોષણ પૂરું પડે છે: કોકોનટ ઓઇલ વાળ માટે ઉત્તમ સાબિત થયું છે. તે કુદરતી કન્ડિશનરનું કાર્ય કરે છે. હેરવોશ કરતા પહેલાં એક કલાક પેહલા કોકોનેટ ઓઈલનો મસાજ કરવો તે વાળને રૂટથી લઇ ટીપ સુધી પૂરતું પોષણ પૂરું પડે છે.
- હેરફોલ ઓછો કરે છે: જો વાળ ખરવાની સમસ્યા વધુ રહેતી હોય, ત્યારે વિટામિન ઈ યુકત બદામનું તેલ વાળ માટે ઉત્તમ રહેશે. નિયમિત રીતે બદામના તેલને ગરમ કરી તેનો મસાજ કરવાથી ખરતા વાળ અટકી જશે સાથે વાળ મજબૂત અને ચમકીલા બનશે.
- હેર ડેમેજ થતા અટકી જશે: વાળને કલર, કર્લ, સ્ટ્રેઈટ વગેરે. કરવાથી વાળને ઘણું નુકસાન થતું હોય છે, જેમ કે ડલ હેર, સ્પિલ્ટ હેર, કેમિકલ ડેમેજ વગેરે સમસ્યા દૂર કરવા હોટ ઓઇલ થેરાપી ખુબજ અસરકારક છે. વાળને વધુ મજબૂત અને ડેન્ડ્રફ મુક્ત રાખવા ટી ટ્રી ઓઇલ પણ ઉમેરી શકો છો.
ઉપરોક્ત દરેક ઓઇલ વાળમાં ઉદ્દભવતી અનેક સમસ્યાથી દૂર રાખશે અને વાળની માવજત કરશે. હોટ ઓઇલમાં તમે વિટામિન કેપ્સુલ પણ ઉમેરી શકો છો.

















































