“હું રહેલો છું”
સમજાય ના કદી એવી સમજણથી રહું છું
અસમંજસની વાતોથી સપડાયેલો રહું છું,
દિમાગથી અકડામણ હટાવી હવે અટુલો રહું છું
ક્યારેક લોકોના દિલે હું પણ વસેલો છું,
આશા રાખું કે સૌના દિલે પ્રેમથી રહું છું
પ્રેમનો કસુંબો ઝહેર જાણી પીધેલો છું,
મોંઘેરી વાતોથી દુર હું રહું છું
મોંઘેરા શોખોથી ખુદને પણ સજેલો છું,
સઘળીય વાતોની જાણ સઘળી રાખું છું
અજાણ્યો કેમ રહું એ બસ હું જ ફક્ત જાણું છું,
ખબર નહીં કેમ હવે હું એકલો આમ તેમ ફરૂ છું
ભૂલકાઓની જેમ ક્યારેક સૌના હૈયે પણ રહેલો છું,
હવે આંગળીના ટેરવે સઘળી ખુશી હું ગણું છું
ક્યારેક ટોપલે-ટોપલા ખુશીઓથી હું પણ સજેલો છું,
ખબર નહીં કેમ હવે ઝાંઝર જેમ અથડાતો હું રહું છું
તિલકની જેમ ક્યારેક ભાલે હું પણ સજેલો છું.
– સંકેત વ્યાસ (ઈશારો)


















































