હવે ઘરે જ બનાવો વાળની સ્ટાઈલ માટે સારૂ અને નેચરલ જેલ…
આજના સમયમાં જો કોઈ મોટી સમસ્યા હોય તો તે છે વાળની સમસ્યા. ત્યારે આજે અમે આપને ઘરે જ કેવી રીતે નેચરલ જેલ બને તે જણાવીશું. જેની મદદથી તમારા વાળ મસ્ત અને ચમકદાર લાગશે. આવો જાણીએ…

શું તમે પણ વાળને સ્ટાઇલિશ બનાવવા માટે હેર જેલનો ઉપયોગ કરો છો, જો હા, તો આજે અમે તમને ઘરે જ કુદરતી હેર જેલ બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.
એલોવેરા જેલ
એલોવેરાનો થોડો છોડ કાપીને તેમાંથી અડધો કપ એલોવેરા જેલ કાઢો. હવે તેને બે ચમચી જવાકુસુમ ફૂલની પેસ્ટ સાથે મિક્સ કરો. એલોવેરા જેલ સુકા વાળને નવું જીવન આપે છે અને તે વાળને મજબૂત પણ બનાવે છે.
જિલેટીન જેલ
સૌથી પહેલા કાચના બરણીમાં એક કપ ગરમ પાણી ભરીને રાખો. તેમાં એક ચમચી સુગંધ વિનાનું જિલેટીન ઉમેરો. હવે તેમાં 3 થી 4 ટીપાં લવંડર અથવા કોઈપણ સુગંધિત તેલ ઉમેરો. આ મિશ્રણને ચમચી વડે સારી રીતે મિક્સ કરો. હવે જારને બરાબર બંધ કરીને ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે રાખો. જ્યારે તે જેલ જેવું ઘન બની જાય છે, ત્યારે તમે તેને વાળમાં લગાવી શકો છો.


















































