“એ પટેલ, હાલો હટાણે ઝવાનું સે ગાહડીયુ ઉપાડો હંધી ને આખલા ચડાવો હટાણાની વાટે.” રમજૂ મજૂરે ડેલીએથી અવાજ દીધો.
પટેલનું બધુ કપાસ તરત વેચાઈ ગયું, એ ખુશ થઈ સોનીને ત્યાંથી એની પત્નિ અને દીકરી માટે સોનાની ચૂડી લઈ ગામ પહોંચ્યા. આખા ગામમાં અરજણ પટેલને કપાસમાંથી અઢળક કમાણી થઈ એની વાતો ફેલાઈ ગઈ, આખા ગામમાં વટ પડી ગયો. પટલાણી તો રાજી રાજી થઈ ગયા. પૈસાની સુગંધ આવતા સંબંધીઓ ઉધાર માંગવા આવી ચડ્યા, પટેલએ પણ પોતાનો વટ પડે એ માટે ઉધાર ભરી ભરીને આપ્યું.
ટીમલી માટે બાજુના ગામના પટેલ પ્રમુખના છોકરાનું માંગુ આવ્યું. પટેલએ વગર વિચારે હા પાડી દીધી. બીજા દિવસે પટેલ ફેટો બાંધી બહાર નીકળતા હતા કે પાછળથી પટલાણી બોલ્યા.
“કૈ ઉપડ્યા?”
“આ પટેલ પ્રમુખ હામે નમતું થોડું મુકાહે તે ઝાવ સુ ધરમચંદ વાણિયા પાંહે વ્યાજે લેવા.”
“હરખવા ઉપડ્યો તો ને તમને એના આ ફળ સે, રામ ઝાણે કયો એરુ ભરડ્યોતો તો તે આખા ગામને ધરવા બેઠાતા, રૂપિયો ભાળિયો નથ ને હરખવા ઉપડ્યો નથ.” પટલાણીએ પટેલના હાથમાં સોનાની ચૂડી જોતા બરાડ્યું.
સુનિલ ગોહિલ “માસ્તર”


















































