હનુમાન ચાલીસા વિશે થોડું મારી કલમે:-
——————————————————
નમસ્કાર મિત્રો..
હું જાગૃતિ કૈલા ફરી આપની સમક્ષ મારા વિચારો સાથે, મંત્ર જપ અને પૂજા વિશે આપે જાણ્યું, આજે જાણી એ હનુમાનજી ચાલીસા વિશે.
હનુમાન ચાલીસાની રચના સંત તુલસીદાસજી એ કરી છે. તુલસીદાસજી એ શરૂઆતથી જ પ્રાર્થના કરી કે ,
“બુધ્ધિહિન તનું જાનિ કે સુમિરૌ પવનકુમાર,
બલ બુધ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર.”
અર્થાત અમે નાદાન અને નાસમજ છીએ અને તમને યાદ કર્યા છે, તો આપ બળ, બુધ્ધિ અને વિદ્યા આપી દુનિયાના દરેક સંકટને દૂર કરો. તુલસીદાસજી એ હનુમાન ચાલીસાની ઘણી ચોપાઈમાં હનુમાનજીનું અદ્દભુત વર્ણન અને શૌર્ય ગાથા વર્ણવી છે. જ્યારે અમુક ચોપાઈ ચોક્કસ ઉદેશ પૂર્તિ માટે લખી છે.
હનુમાન ચાલીસા ખૂબ સકારાત્મક ઊર્જા ધરાવે છે તેથી જ ભૂત, પ્રેત કે કોઈ પણ નકારાત્મક ઊર્જા હનુમાન ચાલીસાના પાઠથી દૂર થાય છે.
હનુમાન ચાલીસાના પાઠ ગમે ત્યારે ઉત્તમ છે , ગમે તે રાગ કે ઢાળમાં ગવાય તો પણ ચાલે, બસ ભાવ સભર હદય હોવું જોઈએ. (જો કવિશ્રી ઈશરદાન ગઢવીની શૈલીથી ગાવામાં આવે તો સકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધી જાય કેમ કે એ રાગથી તમારી અંદર એક અલૌકિક સાત્વિકતા જોવા મળશે, અને આ મારૂ અંગત મંતવ્ય છે તો કોઈ ને અનુચિત લાગે તો ક્ષમાપાર્થી છું)
હવે અમુક ચોક્કસ કાર્ય માટે અમુક ચોપાઈ ને સંપુટ બનાવી બોલવામાં આવે છે, સંપુટ એટલે હનુમાન ચાલીસા ની દરેક ચોપાઈને એક ખાસ ચોપાઈથી આગળ પાછળ કવર કરી બોલવી જેમકે,
(૧) કોઈ કાર્ય વિલંબમાં છે એ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે :-
“દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે”
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર,જય કપિશ તિહુ લોક ઉજાગર (ચોપાઈ-૧)
દુર્ગમ કાજ જગત કે જેતે,સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે”.
“દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે
રામ દુત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવનસુત નામ. (ચોપાઈ-૨)
દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે ”
“દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે
મહાવીર બિક્રમ બજરંગી, સુમતિ નિવાર કુમતી કે સંગી (ચોપાઈ-૩)
દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે .”
આ રીતે હનુમાન ચાલીસાની ચાલીસ ચોપાઈ પૂરી કરવાથી સંપુટ ચાલીસા પૂરા થાય અને આવા ત્રણ ચાલીસા કરવાથી એક સો આઠ પાઠનું ફળ મળે છે.
(૨) જ્યારે મન સતત ભય અનુભવે :-
જ્યારે કંઈ પણ ડરથી મન સતત ડરતું હોય ત્યારે નીચેની ચોપાઈનું સંપુટ બનાવી ચાલીસા પઠન કરવામાં આવે છે.
“સબ સુખ લહૈ તુમ્હારી સરના,તુમ રક્ષક કાહુકો ડરના
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ તિહુ લોક ઉજાગર (ચોપાઈ -૧)
સબ સુખ લહૈ તુમ્હારી સરના,તુમ રક્ષક કાહુકો ડરના ”
આ રીતે ચાલીસ ચોપાઈ..
(૩) નકારાત્મક ઊર્જા પરેશાન કરે ત્યારે :-
નકારાત્મક ઊર્જા સતાવે ત્યારે આ ચોપાઈ સંપુટમાં લેવી
“ભૂત પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવૈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ તિહુ લોક ઉજાગર
ભૂત પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવૈ”
(૪) કોઈ રોગથી રક્ષણ માટે:-
કોઈ ભયંકર રોગથી પીડાતા લોકોને આ ચોપાઈનું સંપુટ ખૂબ ફાયદાકારક છે
“નાસૈ રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ તિહુ લોક ઉજાગર
નાસૈ રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા.”
આ રીતે ચાલીસ ચોપાઈ ને સંપુટ બનાવી બોલવી.
આમ તો ચાલીસે ચાલીસ ચોપાઈ ખૂબ અગત્યની છે. અને તુલસીદાસજીના મત મુજબ સો ચાલીસાનાં શતક એટલે કે સો પાઠ કરવામાં આવે તો બધી જ બંદિ છુટી જાય છે અને મહાસુખ મળે છે.
આવતા સપ્તાહે ફરી મળીશુ આવી જ કોઈ જાણવા જેવી વાત સાથે ત્યાં સુધી ઘર પર રહો, સ્વસ્થ રહો.
જાગૃતિ કૈલા.. ??


















































