છ મહિનાની કડી મહેનત પછી રોશનીનું પહેલું પેઇન્ટિંગ પ્રદર્શન થવાનું હતું. જેના માટે એ ઘણી ઉત્સુક અને ખુશ હતી. એના પતિ રિષભએ રોશનીને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એને પોતાની પત્ની પર ગર્વ હતો.
પ્રદર્શનના દિવસે, આર્ટ ગેલેરીમાં આગ લાગી ગઈ અને બધુજ ભસ્મ થઈ ગયું. એ આઘાત એટલો મોટો હતો, કે રોશની એમાંથી બહાર ન આવી શકી. બધુ જ વ્યર્થ અને અર્થહીન લાગવા માંડ્યું. રિષભનું મગજ કામ નહોતું કરતું, કે એ પોતાની પત્નીને કઇ રીતે આશ્વાસન આપે.
ઘણો સમય લાગ્યો. Counseling sessions પણ લાગ્યા, પણ છેવટે રોશની ફરી ખિલવા લાગી . એની હિમ્મત જાગી અને ફરી એણે પેઈન્ટિંગ શરૂ કરી.
સ્વયંમની શોધ અત્યંત જરૂરી છે. એનાથી જીવન જીવવાનું એક નવું લક્ષ્ય બને છે અને જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે.
બધાના જીવનમાં એક એવો સમય આવે, જ્યારે ફરી પોતાની જાતને ખંખેરીને શોધવાની જરૂર પડે. ક્યારેક, એવો સમય આવી જાય જ્યારે આપણે પડી ભાંગીએ, નોકરી ચાલી જાય, અથવા કોઈ પોતાનાં સ્વજનનું નિધન થઈ જાય કે પછી કોઈ નિકટની વ્યક્તિ સાથે મનભેદ થાય.
આવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય, ત્યારે આપણી ખરી કસોટી હોય. ત્યારે આપણા વ્યક્તિત્વની પરિભાષા ખબર પડે. શું આવા હાલાતમાં આપણે ભાંગી જઈશું કે પછી હિમ્મતથી એનો મુકાબલો કરશું?
જયારે કઈક ખરાબ થાય, તો સ્વાભાવિક છે કે દુઃખ થાય. આપણે એના પર રડીએ, ગુસ્સો કાઢીએ અને અમુક વાર ખુદને દોષિત માનીએ પણ. સારું છે. મનની મનમાં ન રહેવી જોઇયે. પણ આ બધું કરવાની એક સીમા હોવી જોઇએ. જ્યારે મન ખાલી થઇ જય ત્યારે સ્વયંમ ને સમેટવાનો સમય છે.
કોઈ મહાન વ્યક્તિએ કહ્યું હતું, “પડી જવું દોષ નથી. પડ્યા પછી ઉભું ન થવું, એ દોષ છે.”
જુના દુઃખમાં થી બહાર આવીને, ફરી જિંદગીનો સામનો કરવાનું શૌર્ય હોવું જોઇયે. અને એના માટે બે વસ્તુ અત્યંત જરૂરી છે. વિશ્વાસ અને મહેનત.
Challenges નું બીજું નામ છે જિંદગી. ભૂતકાળના skeletons ને ત્યાંજ રહેવાદો. પ્રભુ એ એક જ જીવન આપ્યું છે. એનો પૂરો લાભ ઉઠાવો. અને હંમેશા સ્વયંમની શોધ નવી નવી કસોટીમાં કરતા રહો. અને તમે જોશો, કે એક જુદોજ સુખ નો અનુભવ થશે.
શમીમ મર્ચન્ટ


















































