એક જગ્યાએ બધી “આપત્તિઓ” ભેગી થઈ હતી. એ અપત્તિઓનું નામ હતું, “ભૂકંપ, સુનામી, વાવાઝોડું, કોરોનાં વગેરે.”
આજે સૌથી ખતરનાક કોણ? એવી વસ્તુ રાક્ષસના રાજા ઘોષિત કરવાનાં હતાં. ત્યારે આ બધી આપત્તિઓ એક બીજાને આ શબ્દો કહે છે:-
ભૂકંપ:- હું સૌથી ખતરનાક છું. મારાથી બસ ધરતી જ નહીં પણ ત્યાં વસતા બધા જીવ કાપી ઉઠે છે. આ સ્પર્ધા તો પાકું હું જ જીતીશ.
સુનામી:- હું એક વાર પ્રકટ થાઉં પછી કોઈને બાકાત નથી રાખતો. બધાં ડૂબી જાય છે. મને પૂરો વિશ્વાસ છે કે આ એવોર્ડ તો હું જ લઈ જઈશ.
વાવાઝોડું:- તમે લોકો બસ સપના જ જોતાં રહો. હું એક વાર આવું એટલે બધાને પોતાની અંદર સમેટી લઉં. મારાથી બધાં ડરે છે. હું જ સૌથી ખતરનાક છું.
કોરોનાં:- જ્યારે હું અહી હાજર છું ત્યારે તમે જીતવાના વિચાર પણ કેમ કરી શકો છો? જોતા નથી મારાથી કેટલાં લોકો રોજ મરે છે. મારે બોલવાની પણ જરૂર નથી કે આ સ્પર્ધા કોણ જીતશે.
ત્યાં જ વિજેતા ઘોષિત થઈ જાય છે. અને આ બધી આપત્તિઓને ખબર પડે છે કે તે કોઈનું નામ વિજેતા તરીકે નથી લેવાયું. તે લોકોને જોવું હતું કે તેઓ કરતાં પણ વધારે આ ધરતી પર કોણ ખતરનાક છે. કુલ આ સ્પર્ધાના 3 વિજેતાઓ છે. તે લોકો વિજેતા જોવા જાય છે.
અને વિજેતામાં ત્રીજા અંકે હોય છે “ગુસ્સો”. કારણ માણસ પોતાને અને બોજાને તબાહ કરવાની ક્ષમતા પોતાનામાં જ વધુ રાખે છે. ગુસ્સો તેમને ડુબાડી દે છે. આ આપત્તિની તેમને ખબર પણ નથી હોતી પણ તો પણ તેઓનું નાશ થાય છે. કોરોનાની જેમ આ આપત્તિ પણ બધાં માણસમાં હાજર હોય છે.
બીજા અંક પર હતું માણસની “ઈર્ષા”. આ આપત્તિ તેઓ સાથે હોય તો તેમનો વિનાશ થવાથી કોઈ ન રોકી શકે.
અને પહેલાં અંક પર હતું “કર્મ”. હા! પોતે જેવું કર્યું હોય તેવું જ ભોગવે. આના કરતાં વધારે ખતરનાક શું હોય શકે? અને આ આપત્તિ તમારા જીવનમાં એક વાર તો આવશે જ. અને જ્યારે આવશે ત્યારે બધું નાશ થઈ જશે.
આ વિજેતાઓ જોઈ પહેલી અપત્તિઓને થયું કે માણસનો સૌથી મોટું દુશમન બીજું કોઈ નહિ પણ માણસ પોતે જ છે. અને તે પછી આ આપત્તિઓ હંમેશા માટે ધરતી છોડી ચાલી ગઈ.
પણ વિજેતા બનેલી આપત્તિઓ થોડાક વર્ષો પછી માણસોને ખાઈ ગયાં. દુનિયાનો થઈ ગયો વિનાશ. કોઈ ન બચી શક્યું. અને તે બન્યા “સૌથી ખતરનાક આપત્તિ”.
નિતી સેજપાલ “તિતલી”
Related