જિંદગીભર મહેક આપે એજ સાચી દોસ્તી…
બધાને …ક્યાં રાસ આવે છે આ દોસ્તી…
દિલની વાત સમજે એજ સાચી દોસ્તી…
ક્યારેક મનની વાત પણ ક્યાં સમજાવી શકે છે આ દોસ્તી…
જીવનભર સાથ આપે એજ સાચી દોસ્તી…
ક્યારેક ગેરસમજમાયં અટવાય છે દોસ્તી…
દોસ્તને સમજી શકે એજ સાચી દોસ્તી…
સ્વાર્થમાં તો દોસ્તનેયં ભૂલી જાય છે દોસ્તી…
જીવનમાં માત્ર ફરીયાદ નથી આ દોસ્તી…
ક્ષણે ક્ષણે આવે છે…ફરિ…યાદ…બની આ દોસ્તી…
સરવાળા,બાદબાકી,ગુણાકાર કે ભાગાકાર નથી આ દોસ્તી…
માનવ જીવનનો મીઠો રણકાર છે આ દોસ્તી…
અન્ય માટે ભલે હોય માત્ર અધિકાર આ દોસ્તી…
” ખુશી “માટે તો છે…જીવનનો ધબકાર આ દોસ્તી…
~ વિજયા ડી.ગાર્ડે. ( ” ખુશી ” )
Related