“સમય છું હું સમય”
પાછું વળીને જોઇશ નહી
કોઈ ની રાહ જોઇ નથી
અને કોઈ ની રાહ જોઇશ નહી
જેવો પણ મળે એવો માણી લે મને
પાછું વળી ને જોઇશ નહી મને
સમય છું હું સમય…
સાથે ચાલીશ તો સફળ થઈશ
અને પાછળ રહી જઈશ તો નિષ્ફળ થઈશ
સારા અને ખરાબ ની માયાજાળ માં ફસાઈશ નહી
જેવો પણ મળે એવો માણી લે મને
દિવસ અને રાત માં વહેચેલો છેતે મને
એકવાર વિત્યા પછી ફરી પાછો મળીશ નહી
બંધાયો નથી અને કોઈ ના હાથમાં બંધાઈશ નહી
મને બાધવાની કોશિશ કરીશ નહી
અવિરત વહયા કરીશ હું
સમય છું હું સમય
પાછું વળીને જોઈશ નહી
કોઈની રાહ જોઈ નથી અને
કોઈ ની રાહ જોઈશ નહી
સમય છું હું સમય
હેતલ. જોષી.


















































