એટલી વ્હેલાં ન ભૂલીજા સનમ,
ના , હવાની જેમ બગડીજા સનમ.
રેતની દિવાલ છે , આ માનવી,
એ રીતે ગમથી ન તૂટીજા સનમ.
કેટલી અમને મહોબ્બત છે, સમજ,
આ ગઝલ વાંચીને સમજીજા સનમ.
મહેકવા માંડે ગયેલી સૌ , ક્ષણો,
એટલે ગુલ્શનમાં આવીજા સનમ.
કોતરે છે કોઈ તો , દોરે તને,
આ કલમને હેત આપીજા સનમ.
ને પછી સંબંધ ના તૂટે કદી,
હાથ ને આંખો મીલાવીજા સનમ.
એક સૂરજ જે ક્ષિતિજે ડૂબતો,
એમ ” સિદ્દીક”માં જ ડૂબીજા સનમ.
સિદ્દીકભરૂચી


















































