કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની આદત ના બનાવવી
આ વાત કરી રહ્યો છું એમના માટે કે જે લોકો કંઈક ના કંઈક આદત બનાવી દેતા હોય છે જેમકે ચા, કોફી, તંબાકુ, સિગારેટ, ઠંડા પીણાં, વગેરે વગેરે અરે આમા કોઈ વ્યક્તિ પણ આદત બની જતી હોય છે. આમાં કેટલીક બાબતો હાનિકારક પણ છે તો એવી આદત તો હરગીજ કરવી નહીં તમે એ જાણો જ છો કે ખરાબ આદત કઈ છે
વાતની શરૂઆત આપણી રોજની ક્રિયાથી કરીશ, સવારે ઉઠી ફ્રેશ થઈ ચા-કોફી પીવી કોને ના ગમે? શું એ એક દિવસે ના મળે ત્યારે તમારા માંથી હિંમત જતી રહે છે? શોખ કરો પણ આદત ના બનાવશો (આમાં તંબાકુ, સિગારેટ કે કોઈ વ્યસન કરવું એ બીલકુલ ના હોવું જોઇએ પણ આજના યુવાનો એ પ્રત્યે ભારે જોડાયેલા જોવા મળે છે મહેરબાની કરીને એ શોખ ના કરશો)
બીજુ કહીશ કે વ્યક્તિની આદત એ આદત ટીવી, ગામનો ચોક, કે એવી જગ્યા જ્યા બહુજ અવર જવર કે શોર-શરાબા હોય ત્યાં થતો હોય છે તમને સવાલ થશે કે આવું ક્યારેય શક્ય નથી તો થાય પણ કઈ રીતે ? પણ તમે એક ટીવીમાંની કોઈ એક સિરીયલ વિચારો જે રોજ દેખતા હોવ છો. એ ઘરમાં સાસુ-વહુ કે બેનપણી સાથે એ જે કોઈ પણ હોય એ સિરીયલના પાત્ર વિશે જ ચર્ચા તમે જોઈ જ હશે….
ઘણી વાત કહેવી છે પણ હાલ બસ આટલું જ કહી શકીશ. આગળ આ વિશે તમે જાતે જ વિચારી નિર્ણય કરજો કે યોગ્ય શું અને અયોગ્ય શું?
શોખ બધાજ કરજો પણ કોઈપણ શોખ આદત ના બનાવશો
– સંકેત વ્યાસ (ઈશારો)


















































