ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીએ ICC વન-ડે બેટ્સમેનોની રેંકિંગમાં પોતાનું શીર્ષ સ્થાન જાળવી રાખ્યું છે. બીજી તરફ પેસ બોલર જસપ્રીત બુમરાહ એક ક્રમાંક પાછળ સરકીને ચોથા ક્રમે પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ અને બીજી વન-ડે મેચમાં ક્રમશ: 56 અને 66 રનની ઇનિંગ રમી હતી. જમાં તેના 870 અંક થઇ ગયા હતા.
ત્યાં જ બુમરાહ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન-ડે સિરીઝમાં રમ્યો નહતો, જેના કારણે તેને ICC રેંકિંગમાં નુકસાન થયું છે. બોલરોની યાદીમા તે 690 અંકો સાથે ચોથા ક્રમે આવી ગયો છે.
ટીમ ઇન્ડિયાની વન-ડે ટીમનો ઉપ-કેપ્ટન રોહિત શર્મા પોતાના ત્રીજા ક્રમે જળવાઇ રહ્યો છે. તે પાકિસ્તાનના બાબર આઝમ કરતાં એક ક્રમ પાછળ છે. લોકેશ રાહુલ 31મા ક્રમેથી 27મા સ્થાને પહોંચી ગયો છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડયા 35 અને 64 રનની ઇનિંગ રમીને બેટ્સમેનોની યાદીમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ 42મી રેંકિંગ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. વિકેટકીપર રિષભ પંત ટોચના 100 બેટ્સમેનોમાં પ્રવેશ કર્યો છે. તેણે છેલ્લી વન-ડેમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને તેને નવ ક્રમાંકનો ફાયદો થયો છે અને તે 11માં સ્થાને પહોંચ્યો છે. 2017ના સપ્ટેમ્બર બાદ તેના 10મા ક્રમાંક બાદ આ ભુવનેશ્વરનું બેસ્ટ રેંકિંગ છે.
ટી-20 રેન્કિંગમાં કોહલી અને લોકેશ રાહુલ બંનેને એક ક્રમાંકનું નુકસાન થયું છે જેના કારણે બંને અનુક્રમે છઠ્ઠા અને પાંચમા ક્રમે પહોંચી ગયા છે. જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાનો એક પણ બોલર અને ઓલરાઉન્ડર લિસ્ટમાં ટૉપ-10ના લિસ્ટમાં સામેલ નથી.
VR Sunil Gohil


















































