લોકડાઉન 5 માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેને અનલોક 1(UNLOCK 1) નામ આપ્યું છે. તે પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકારે તબક્કાવાર છૂટછાટ આપી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન રહેશે અને તેમાં માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહી શકશે. તે સિવાયના વિસ્તારોમાં તબક્કાવાર કઇ સેવાઓ શરૂ થશે તેની ગાઇડલાઇન આ પ્રમાણે છે-
પહેલો તબક્કો
જૂન 8 થી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્તરાં, શોપિંગ મોલને ખોલવાની મંજૂરી મળશે. તે અંગે સ્વાસ્થ્ય મંત્રાલય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય.
બીજો તબક્કો
સ્કૂલ-કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા બાદ ખોલવામા આવશે. રાજ્ય સરકારોને સંસ્થાઓ તેમજ વાલીઓ સાથે આ અંગે ચર્ચા કરવાનું કહેવામા આવ્યું છે. તે અંગે પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરવામા આવશે.
ત્રીજો તબક્કો
અમુક ગતિવિધિ હજુ બંધ રહેશે. તેમાં મેટ્રો રેલવે, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, રાજકીય અને સામાજિક કાર્યક્રમો અને મોટા મેળાવડાનો સમાવેશ થાય છે. પરિસ્થિતિનું આંકલન કર્યા બાદ ત્રીજા તબક્કામાં મંજૂરી અંગે જણાવવામા આવશે.

















































