લાગણીઓ ને તું કેમ બ્લોક કરીશ?
જે છે ઉત્સવ તેનો કેમ શોક કરીશ?
ઉજવ્યો છે સાથે જે સોનેરી સમય
એને હવે તું કેમ એન્ટિકલોક કરીશ?
તુજ અસ્તિત્વની માસ્ટર કી છું હું
મને તારામાં થી તું કેમ લોક કરીશ?
તારાં વિચારો,શ્વાસોમાં સતત છું હું
જાતથી અલગ તું કેમ વોક કરીશ?
અઢી અક્ષરનાં ઈશ્વરને તરછોડીને
પ્રેમથી અલગ તું કયો શ્લોક કરીશ?
હસ્તરેખામાં તારી હું જ કોતરાયેલો
પ્રભુનાં ફરમાનને તું કેમ ફોક કરીશ?
જીવું ત્યાં સુધી તો આવીશ બોલાવ્યે
કબરે પછી તું કેવી રીતે નોક કરીશ?
-મિત્તલ ખેતાણી


















































