એક ટૂંકું નાટક જીવન બદલી દેશે વાંચો..
પહેલો વ્યક્તિ : તું આમ છે, તું તેમ છે, તારામાં આવડત નથી, તે જીવનમાં મારા માટે કર્યું જ શું? આટલું પણ કામ તું નથી કરી શકતો? હું કહું એ જ સાચું જ હોય.
બીજો વ્યક્તિ : (નમ્રતાથી)ભલે ભાઈ હું અને તું કોણ છીએ નક્કી કરવાવાળા.હું નથી કઈ કરતો બસ ખુશ રહે..
ઈશ્વર : બીજા વ્યક્તિને ગળે લગાડતા.. ભાઈ તું સામે વાળાના શબ્દો ગળી ગયો મને ગર્વ છે તારી પર.. આગળ પણ આવા ઘણા શબ્દો ગળજે.. પણ એટલું યાદ રાખજે આ રંગમંચમાં આગળ જઈને તારો કિરદાર નિભાવવાની તક તેને પણ હું આપીશ. ત્યારે તે તારી વ્યથા સારી રીતે સમજી શકશે. ત્યારે તેની પાસે તારા માટે સહાનુભૂતિ સિવાય કઈ જ નહિ હોય.
(પડદો પડે છે)
સારાંશ :ઈશ્વરે એટલે જ દરેકના જીવનમાં સુખ દુઃખ રૂપી કિરદાર આપ્યા છે, કે કોઈને અભિમાન ના આવી જાય કે હું જ છું, મે જ કર્યું, તું કઈ જ નથી કરતો. અરે ભલા માણસ એક કિરદાર તારો પણ આવશે ધીરજ રાખ.
પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં;
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર”


















































