” માઁ “… ઉચ્ચારણ નીકળતા જ અમૃત વાણી ફૂટે,
” માઁ “… ઉદગાર સાંભળતાં જ જાણે પ્રેમ ની શરણાઇ છૂટે…
” માઁ ” જ્યારે પ્રેમ થી માથાં પર હાથ ફેરવે,
ત્યારે મન માં ઉઠેલા તમામ તોફાનો જાણે શાંત થઈ જાય…
” માઁ ” જ્યારે પાસે આવીને બેસે,
ત્યારે દુનિયાના સઘળા જ પ્રશ્નોનું જાણે નિરાકરણ થઈ જાય…
” માઁ ” જ્યારે પોતાના આલિંગનમાં લે,
ત્યારે વિશાળ સમંદર જાણે એનાં બાહુપાશમાં જ સમાઈ જાય…
” માઁ ” નાં ખોળામાં જ્યારે માથું નમાવીને ઊંઘી જઈએ,
ત્યારે તો આખું જ સ્વર્ગ જાણે એના ખોળામાં જ છુપાઇ જાય…
” માઁ ” નું જ્યારે વર્ણન કરવા બેસીએ,
ત્યારે ચોધાર અશ્રુથી આંખોમાંથી જાણે પ્રેમનો વરસાદ થઈ જાય…
” માઁ ” નાં ચરણોમાં જ્યારે મસ્તક નમાંવીએ,
ત્યારે તેત્રીસ કરોડ દેવતાઓનાં જાણે દર્શન જ થઈ જાય…
” માઁ ” ની આંખોમાં પ્રેમ, ” માઁ ” નાં હાથોમાં મમતા,
” માઁ ” નાં આલિંગનમાં હેત, ” માઁ ” નાં ખોળામાં સમતા…
” માઁ ” નાં ચરણોમાં જગ, ” માઁ ” ની સૂરતમાં જ આખું નભ,
” માઁ ” નાં દિલમાં સ્નેહ, ” માઁ ” … શબ્દમાં જ છે મમતા…
” માઁ ” પાસે મારી હરએક ભુલની માફી મળી જાય,
પોતાના અશ્રુ મનમાં દબાવી સદા એ હસ્તિ જાય…
” માઁ ” આમતો નાના અમથાં જીવડાં થી ડરી જાય,
પણ મને કાંઈ થાય તો તે દૂનિયા સામે સિંહણ બની જાય…
” માઁ ” જ્યારે પાસે હોય ત્યારે સઘળી દૌલત પણ ફીક્કી પડી જાય,
એના એક સ્મિત થી મારી આાખી કાયનાત બદલી જાય…
” માઁ ” માટે તો કહું એટલું ઓછું પડી જાય,
બસ “એન્જલ” ની બધી જ ઊંમર એની ” માઁ ” ને લાગી જાય…
આરતી રામાણી “એન્જલ”….
Related