ભૂતકાળને ભૂલવા મહેનત કરવી જરૂરી છે?
તમને કાયમ ભૂલવા રહેમત કરવી જરૂરી છે?
વચન આપ્યા કેટલા એકબીજાને ફરમાવો!
આપણી યાદ બની જીવું કિસ્મત જરૂરી છે?
નકારી લાગણી, નકારી વાતો, ‘ને નકાર્યો પ્રેમ,
સામે ઉભા રહેવાની હિંમત કરવી જરૂરી છે?
ગંગા સમ વહેતી આંસુડાની ધાર અચળ અડક,
હાસ્ય આપી બોલાવો ખિદમત કરવી જરૂરી છે?
નકામી ચિંતા છોડો, હવે ચિતાની ચિંતા કરો,
‘દુશ્મન’ને ઉભા કરવા નિસ્બત કરવી જરૂરી છે?
©️ મયુર રાઠોડ ‘દુશ્મન’


















































