બારણાંના હોઠ બોલી ના શક્યા,
એટલે પગલાંય ફાલી ના શક્યા.
એ પડાવે જીંદગી આવી ગઈ,
દોડતાં’તા ,આજ ચાલી ના શક્યા.
ગેમનું ભારણ હતું માથા ઉપર,
આંખ એથી બાળ ખોલી ના શક્યા.
દૂધમાં જોનાર પૌંરા શત્રુના,
કાળ બદલાયો તો બોલી ના શક્યા.
બિન વગાડી નાગ ભરમાવી ગયા,
માણસો મારાથી ડોલી ના શક્યા.
સિદ્દીકભરૂચી.


















































