ઘણા લોકોને મોબાઈલ માં પરોવાયેલા રહેવું કરતા પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં”વિદ્યા મિત્ર સમાન છે” અને વિદ્યા મળે પુસ્તકો દ્વારા. અને તેમ પણ કહેવાય છે કે જે ઘરમાં પુસ્તકો ના હોય ત્યાં દીકરી ના અપાય !! માણસનો સાથ ભલેને એક માણસ છોડી દે પરંતુ પુસ્તકો તો હંમેશા તેની સાથે રહે છે. પછી ભલે ને સુખ હોય કે દુ:ખ, તડકો હોય કે છાંયડો તે હંમેશા સાચા મિત્રની જેમ આપણી સાથે રહે છે અને માર્ગર્શન પણ પૂરું પડે છે.
આપણે પુસ્તક દ્વારા દરેક લેખકને અને તેની લાગણીને સમજી શકીએ છીએ. તેના દ્વારા ભુતકાળને પણ વાંચી શકીએ, ઈતિહાસ વિશે જાણી શકીએ છીએ. મહાન લેખકોનાં વિચારોથી પણ પરિચિત થઈ શકીએ છીએ. પુસ્તકોનો સંસાર ખુબ જ વિશાળ છે. દુનિયાની નાનામાં નાની બાબત તેની અંદર તેની અંદર સમાયેલી છે. દુનિયાના સુકા રણવિસ્તારથી લઈને ખળ-ખળ વહેતી નદીઓ સુધી દરેકની વિગત છે જેના દ્વારા તે આપણને દેશ-દુનિયાનો પરિચય કરાવે છે.
ઘરે બેઠા-બેઠા પુસ્તક દ્વારા દુનિયાની કઈ વસ્તુ ક્યાં આવેલી છે? કયું સ્થળ ક્યાં છે? સમાજ વ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી? કયા મહાન માણસો કેટલો સંઘર્ષ કરીને આગળ આવ્યાં? કોની જીંદગીમાં શું ચાલી રહ્યું છે? દુનિયાના કયા ખુણામાં શુ બન્યું હતું? મહાન સંતોએ શું કહ્યું? તેમના બોધપાઠ દરેકે દરેક વસ્તુનો સમાવેશ આ પુસ્તકોએ પોતાની અંદર કરી લીધો છે. એક મનુષ્ય મિત્ર કરતાં તો પુસ્તકો કદાચ કોઈને વધારે દિલાસો આપી શકે છે. એક દોસ્ત તરીકે તે વધું સારી જાણકારી આપી શકે છે.
તો આ ફ્રેન્ડશીપ દે ઉપર એક પુસ્તક તમારા સાચા મિત્રને ભેટ આપી અને તેને મિત્ર ની ભેટ આપો


















































