????????????????????
સૌ ભારત જનોનો એકજ નારો
પ્રગતી ના પંથે છે દેશ અમારો
????????????????????
વિરાટ વેદ ઉપનિષદ ના રચનાર છે અહિં
સંસ્કૃતિ સાચવનાર વિવિધ ધર્મને પાળનાર છે અહિં
????????????????????
રામ ના રાજય છે અહિં કૃષ્ણ ના કુળ છે અહિં
પ્રેમ ના પાયા થતા મજબુત મૂળ છે અહિં
????????????????????
વહેતી સરિતા વન ગિરિ કંદરા ના રૂપ છે અહિં
રખવાળ હિમાલય ના સૈન્ય ફોજી અમારા નૃપ છે અહિં
????????????????????
અમૂલ્ય અઢળક ખજાનો વ્યાકરણ નો સંસ્કૃતિ નો છે અહિં
ધાન્ય ઉગાડવા હાલે છે હળધર ની પ્રકૃતિ છે અહિં
????????????????????
શિક્ષણ સાહિત્ય નો અનેરો નજારો છે અહિં
વિપુલ જ્ઞાન વિજ્ઞાન નો ઉભરાતો ભંડારો છે અહિં
????????????????????
અરિ સમા અંગ્રેજ શાશન ને હચમચાવ્યા છે અહિં
હાંકલ પાડી અહિંસા કરી દેશ માંથી નાથ્યા છે અહિં
????????????????????
યુવા કવિ ના વતન મા આવી કદી વિહરજો અહિં
અરજ અંતે એટલીજ કે દેશ સેવા ના કામ આવી કદી કરજો અહિં
????????????????????
રચના: મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)


















































