પતિ પત્ની અને દામ્પત્ય વિષેની રમૂજનો તોટો નથી.
સ્ત્રી ને પુરુષ સહુ એને આનંદે , હસી કાઢે ત્યાં સુધી વાંધો નથી. હાસ્ય દ્વારા એમના મનમાં દબાયેલી ઉર્મિને outlet મળે એ સારી જ વાત છે, નહીં તો દબાણ વધે ને કૂકર ફાટે !
તો હસો. હસવનો આ લાભ મળે છે તો ઉત્તમ જ છે. પણ એમ છતાંય એક વાત વિચારવા જેવી તો છે કે આ એક જ વિષય પર તમામ સમાજમાં , ભાષામાં, પ્રદેશમાં આટલી jokes કેમ છે ? વાસ્તવમાં આ દામ્પત્ય ખરેખર કેવું છે ? એમાં કોણ સહન કરે છે ? કોણ પીડિત છે ? પતિ પત્ની બંનેને કેન્દ્રમાં રાખીને આટલી બધી રમૂજ કેમ છે ?
શું ખરેખર દામ્પત્ય આવું છે ?
દામ્પત્ય વેંઢારવું પડે છે ? તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે છે ? પડ્યું પાન નિભાવાય છે ? એમાં અનુકૂલન છે કે મજબૂરી ? આર્થિક પરવશતા કે સામાજિક લાચારી ? કે પછી બંને એકમેકનાં હેવાયાં થઇ જાય છે ? ખરેખર સાત જન્મનો સાથ ઇચ્છાય છે ખરો ? “જનમ જનમના સાથ “ જેવી કલ્પના પરાણે પહેરાવાય છે ?
દામ્પત્ય એ પ્રેમ છે ? પ્રેમ કેટલોક સમય તરોતાજા રહે ? એને તાજો રાખી શકાય ? એ તાજો રહે ? તાજો રાખવો હોય તો શું કરવું ? એ કોણ કરે ?
તમે ખરેખર એકમેકને ચાહો છો ? વેંઢારો છો ? કે હેવાયા થઇ ગયા છો એટલે સાથે છો ? જનમ જનમનો સાથ માંગો ખરા ?
સવાલ તો છે !
– તુષાર શુક્લ
Related