અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે ચલાવો તમે “બેટી બચાવો”,
પણ અમે તો લિંગ પરીક્ષણ ને ભૃણ હત્યા જ કરાવાનાં..
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે ચલાવો તમે “બેટી પઢાઓ”,
પણ અમે તો દીકરીઓને રસોડા સાથે જ પરણાવાનાં..
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે ચલાવો તમે “ચિરંજીવી યોજના”,
પણ અમે તો અજ્ઞાનતાને જ વશ થઈ રહેવાનાં..
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે ચલાવો તમે “માતૃ વંદના યોજના”,
પણ અમે તો પુત્ર પ્રાપ્તિ માટે જ વહુને લાવવાનાં..
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે ચલાવો તમે “કન્યા કેળવણી યોજના”,
પણ અમે તો દીકરીઓને સ્વ નિર્ભર નહીં જ થવા દેવાનાં..
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે ચલાવો તમે દીકરીઓ માટે કોઈપણ યોજના,
પણ અમે તો “દીકરી ને ગાય દોરે ત્યાં જ જાય” નો નારો લગાવાનાં..
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે ચલાવો તમે “ત્રી-તલાક રદ યોજના”,
પણ અમે તો “સાસરે થી દીકરીની અર્થી” જ ઉઠાવાનાં…
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે તમે એક ચા વાળા પરથી મુખ્ય મંત્રી પદે રહેવાનાં,
પણ અમે તો આમ નાં આમ આદમી જ રહેવાનાં..
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે ચલાવો તમે “નોટબંધી યોજના”,
પણ અમે તો જાલી નોટો જ છપાવાનાં..
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ તો કરવાનાં….
ભલે ચલાવો તમે “ચંદ્રયાન મિશન”,
પણ ” એન્જલ” નાં કટાક્ષ રૂપે અમે તો દેશનો વિકાસ નહીં જ થવા દેવાનાં..
અમે તો રહ્યા આમ આદમી “ધિંગાણું” જ કરવાનાં….
આરતી રામાણી “એન્જલ
Related