તું પ્રેમ નહીં ,પણ વિશ્વાસ શોધને.
આપડા બે મન વચ્ચેનો લાગણીનો સેતુ શોધને..
તું દિવસ નહીં ,અંધારી રાત શોધને.
આપણું જ્યાં મિલન થાય એ સપના શોધને..
તું દિલ નહિ, દિલ મહી રહેતો ધબકાર શોધને.
આપડે જે ધબકાર સાથે હોઈએ એ જિંદગી શોધને..
તું શબ્દો નહિ ,લાગણીઓ શોધને.
આપણી લાગણી ને સમજે એ આંખો શોધને..
તું બીજું કાઇ નહિ, પ્રેમ શોધને.
આપડા પ્રેમ માં ખુશી છલકાય એ બહાનું શોધને..
તું જેમ ઈચ્છે એમ,મને શોધને.
આ બધુ શોધ્યા વગર તું મને જ શોધને..
તું પ્રેમ માં વિશ્વાસ શોધને…
~ વૃંદા શાહ


















































