ટ્રાવેલિંગ દરમિયાન તમને પણ ઉબકા-ઉલ્ટી આવે છે? તો ફોલો કરો આ ટિપ્સ….

કોરોનાકાળ દરમિયાન લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. જેથી હવે લોકો ધીમે ધીમે બહાર જવાના પ્લાન બનાવી રહ્યાં છે. ત્યારે ઘણા લોકો એવા હોય છે કે તેને ટ્રાવેલિંગ દરમિયાન ઉબકા ઉલ્ટી થતાં હોય છે. તેવા લોકો માટે આજે અમે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જેનાથી તમને મદદ મળશે…
જે લોકો માઈગ્રેનના દર્દી હોય છે, તેમને પણ મોશન સિકનેસની સંભાવના હોય છે. સાથે જ મોશન સિકનેસ દરમિયાન માઈગ્રેનની શક્યતા પણ હોય છે. કોઈ પણ વ્યક્તિને મોશન સિકનેસ થાય તે એક કોમન વાત છે. આ બસ, ટ્રેન, કારથી લઈને ફ્લાઈટ અને શિપમાં સફર કરતી વખતે આ તકલીફ થઈ શકે છે.
આ રીતે દુર કરો સિકનેસને…
– ભૂખ્યા પેટે ક્યારેય પ્રવાસ ન કરવો, હંમેશા કંઈક ખાઈને જ પ્રવાસ કરવો
– પાછળની સીટમાં ક્યારેય ન બેસવું
– ભીડથી બચવું. ભીડવાળી જગ્યાએ જવાથી આ સમસ્યા થઈ શકે છે.
– પ્રવાસ દરમિયાન મોબાઈલ કે બુક ન જોવી
– પ્રવાસ દરમિયાન લવિંગ, લીંબુ, તુલસી જેવી વસ્તુ હંમેશા પાસે રાખો


















































